30થી વધુ પીએચડી વિદ્યાર્થીઓના ઓસ્ટ્રેલિયન સ્ટુડન્ટ વિસા મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગયા મહિને SBS News માં અહેવાલ પ્રસિદ્ધ થયો હતો.
જેમાં જણાવ્યા પ્રમાણે ભારત, પાકિસ્તાન, ઇરાન તથા ચીનના આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ 3 વર્ષથી તેમના ઓસ્ટ્રેલિયન વિસાની મંજૂરી માટે રાહ જોઇ રહ્યા છે.
વિદ્યાર્થીઓ પાસે ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીમાં પીએચડી કરવાની મંજૂરી હોવા છતાં પણ તેમના વિસા એનાયત કરવામાં વિલંબ થઇ રહ્યો હતો.
અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ ઇરાનના વિદ્યાર્થીઓના વિસા મંજૂર થયા છે.
ઇરાનના વિદ્યાર્થી મરયમ તાહેરીને યુનિવર્સિટી ઓફ ન્યૂ સાઉથ વેલ્સ ખાતે એન્જીનિયરીંગ ક્ષેત્રમાં પીએચડી કરવા માટે સ્કોલરશિપ પ્રાપ્ત થઇ હતી.
પરંતુ, તેઓ 17 મહિનાથી વિસા માટે રાહ જોઇ રહ્યા હતા.
વિસા મંજૂર થયા બાદ તેમણે જણાવ્યું હતું કે તે અને તેમનો સમગ્ર પરિવાર ખૂબ જ આનંદિત થયો છે.
તાહેરી વિસામાં વિલંબનો સામનો કરી રહેલા ઇરાનના અન્ય વિદ્યાર્થીઓના જૂથ સાથે મળીને એક કેમ્પેઇનની આગેવાની કરી રહ્યા હતા.
SBS News ના માનવા પ્રમાણે, ટૂંક સમયમાં જ ઘણા વિસા મંજૂર થઇ જવા એ અસામાન્ય બાબત છે.
જોકે બીજી તરફ, અન્ય કેટલાય વિદ્યાર્થીઓ હજી પણ વિસા મંજૂરી માટે રાહ જોઇ રહ્યા છે.
32 વર્ષીય અરેઝુને મેલ્બર્નની મોનાશ યુનિવર્સિટીમાં મટીરીયલ સાયન્સ એન્ડ એન્જીનિયરીંગ વિષયમાં પીએચડી કરવા માટે સંપૂર્ણ ફી માફી સાથે એડમિશન મળ્યું છે.
પરંતુ, તેમને છેલ્લા 13 મહિનાથી વિસા મળ્યા નથી.

Arezoo is still waiting for her Australian visa so she can begin her PhD. Source: Supplied / Arezoo
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાએ SBS Newsને અગાઉ જણાવ્યું હતું કે, કેન્દ્ર સરકાર પોસ્ટ ગ્રેજ્યુએટ રીસર્ચ ક્ષેત્ર દ્વારા દેશના વિકાસમાં આપવામાં આવતા મહત્વ અને યોગદાનને સમજે છે.
પરંતુ તેમણે વ્યક્તિગત કેસ અંગે ટીપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.
પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 1 જુલાઇ 2022થી 28 ફેબ્રુઆરી 2023 દરમિયાન 10,800 જેટલા પોસ્ટગ્રેજ્યુએટ વિસા મંજૂર કરવામાં આવ્યા છે.
સૌથી વધુ ચીનના વિદ્યાર્થીઓના વિસા મંજૂર કરવામાં આવ્યા હતા.
ત્યાર બાદ ભારત ત્રીજા ક્રમે, પાકિસ્તાન આઠમાં અને ઇરાનના વિદ્યાર્થીઓ નવમાં ક્રમે છે.
અગાઉ ડીપાર્ટમેન્ટ ઓફ ઇમિગ્રેશનમાં આસિસ્ટન્ટ સેક્રેટરી તરીકે કાર્ય કરનારા મેલ્બર્નના માઇગ્રેશન એજન્ટ સાઇમન ડે વેરે SBS Newsને અગાઉ જણાવ્યું હતું કે, સુરક્ષાના મુદ્દાના કારણે વ્યક્તિગત વિસા મંજૂર થવામાં વિલંબ થઇ શકે છે.
સુરક્ષા એજન્સી જો ચિંતા વ્યક્ત કરે તો વિસા મંજૂર થવામાં સમય લાગી શકે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.