બે મહિના અગાઉ, છ વર્ષીય ધ્રુવિતા ભટનાગર તેના દાદી સાથે ભારતના હરિદ્વાર નજીકના નાગીના શહેરમાં રહેતી હતી.
અને હવે, લગભગ પાંચ વર્ષ સુધી વિસા માટે લડત લડ્યાં બાદ તે પર્થમાં તેની નવું જીવન શરૂ કરવા જઇ રહી છે.
ફેબ્રુઆરી 2014માં ધ્રુવિતા જ્યારે એક વર્ષની હતી ત્યારે તેની માતાનું મૃત્યું થઇ ગયું હતું. ત્યાર બાદ ધ્રુવિતા તેના દાદી પાસે રહેતી હતી. વર્ષ 2008થી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સ્થાયી થયેલા તેના માસી માધવી ભટનાગરે તેને દત્તક લીધી હતી.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સે તેની ઓસ્ટ્રેલિયા આવવાની વિસા અરજી પર યોગ્ય નિર્ણય ન લેતા તેના માસી અને માસા બંનેએ ધ્રુવિતાને મળવા માટે ભારત જવું પડતું હતું.
માધવીએ જણાવ્યું હતું કે, ધ્રુવિતાની માતાનું મૃત્યુ થયું ત્યારે તે એક વર્ષની હતી. અને તે મને ‘મમ્મી’ કહીને સંબોધતી હતી.

Vineet Sharma, Madhvi Bhatnagar with their son Dhruv and daughter Dhruvita. Source: Supplied
જો તેની વિસા અરજી પર યોગ્ય નિર્ણય લેવાઇ ગયો હોત તો અમે અત્યારે સામાન્ય જીવન ગાળી રહ્યા હોત તેમ માધવીએ જણાવ્યું હતું.
વિસા માટે રાહ જોવી પડી
માધવી અને વિનીતે ધ્રુવિતાને ભારતીય કાયદા પ્રમાણે દત્તક લીધી હતી અને તેને ઓસ્ટ્રેલિયા બોલાવવા માટેની અરજી પર કાર્યવાહી શરૂ કરી હતી.
ધ્રુવિતાને અહીં ઓસ્ટ્રેલિયા બોલાવવા માટે મેં વિવિધ માઇગ્રેશન એજન્ટની મદદ લેવાનો પ્રયત્ન કર્યો હતો. પરંતુ મને કોઇ ચોક્કસ માહિતી મળી નહોતી કારણ કે દત્તક લઇને ઓસ્ટ્રેલિયા બોલાવવાના કેસ ઘણા ઓછા બનતા હોય છે. તેથી જ ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સની વેબસાઇટના માધ્યમથી મેં તમામ પ્રક્રિયા શરૂ કરી હતી. તેમ વિનીતે જણાવ્યું હતું.
મે 2015માં એડોપ્શન વિસા સબક્લાસ 102 અંતર્ગત વિનીતે ધ્રુવિતાની વિસા અરજી કરી હતી.
ત્યાર બા સપ્ટેમ્બર 2015માં ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના ઇમિગ્રેશન ઓફિસરે વિનીતને સબક્લાસ 102ના સ્થાને ઓર્ફન રીલેટીવ વિસા 117 અંતર્ગત અરજી કરવા જણાવ્યું હતું.
ત્યાર બાદ, ડીપાર્ટમેન્ટે અન્ય દસ્તાવેજો મંગાવ્યા હતા. જેમાં ધ્રુવિતાના પિતાના દસ્તાવેજો માંગ્યા હતા. પરંતુ અમે આપી શક્યા નહોતા.
બે વર્ષ બાદ સબક્લાસ 117ની વિસા અરજી રદ કરવામાં આવી હતી. યોગ્ય દસ્તાવેજો પૂરા ન પાડી શકવાના કારણે વિસા અરજી રદ કરવાનું કારણ ડીપાર્ટમેન્ટે ધર્યું હતું.
સપ્ટેમ્બર 2017માં વિનીત અને માધવીએ સબક્લાસ 102 અંતર્ગત વિસા અરજી કરવાનું નક્કી કર્યું.

Source: Aaron Fernandes, SBS News
આ સબક્લાસની જરૂરિયાત પ્રમાણે, બાળકના માતા-પિતામાંથી કોઇ એક 12 મહિનાથી વધુ સમય સુધી ઓસ્ટ્રેલિયા બહાર રહ્યા હોવા જોઇએ.
વિનીતે જણાવ્યું હતું કે, તેમની પત્ની માધવી આ જરૂરીયાત પૂરી કરવા માટે લગભગ 15 મહિના સુધી ભારત રહ્યા હતા. તેમનો ચાર વર્ષનો પુત્ર ધ્રુવ પણ માતા વિના રહ્યો હતો.
ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સના પ્રવક્તાએ જણાવ્યું હતું કે દત્તક લેનારા વ્યક્તિએ 12 મહિના જેટલો સમય દેશની બહાર રહેવું પડે છે જેના કારણે વિસાને લગતા અન્ય ખર્ચા તથા સમય બચી શકે.
માધવી જાન્યુઆરી 2019માં ઓસ્ટ્રેલિયા પરત આવ્યા પરંતુ જુલાઇ મહિનામાં તેમની વિસા અરજી રદ કરવામાં આવી હતી.
ડીપાર્ટમેન્ટે માધવીના ઓસ્ટ્રેલિયા છોડવા અંગેની ખોટી તારીખ નોંધી હતી.
ત્યાર બાદ એક માઇગ્રેશન એજન્ટે વિનીતનો સંપર્ક કર્યો હતો અને તેમને સબક્લાસ 101 ચાઇલ્ડ વિસા અંતર્ગત અરજી કરવા જણાવ્યું હતું.

Vineet, Madhvi, Dhruv and Dhruvita Source: Supplied
અંતે, તેમના વિસા 101 સબક્લાસ અંતર્ગત મંજૂર થયા હતા.
SBS NEWS એ જ્યારે ડીપાર્ટમેન્ટ ઓફ હોમ અફેર્સનો આ અંગે સંપર્ક કર્યો ત્યારે તેમણે વ્યક્તિગત કેસ અંગે કોઇ પણ પ્રકારની ટીપ્પણી નહીં કરવાનો જવાબ આપ્યો હતો.
વિસા મંજૂર થયા બાદ માધવી ભારત ગયા અને તેમની સાથે ધ્રુવિતાને પણ ઓસ્ટ્રેલિયા લેવા આવ્યા હતા.
વિનીતે જણાવ્યું હતું કે તેઓ ધ્રુવિતાના ઓસ્ટ્રેલિયા આવી જવાથી ખૂબ જ ખૂશ થયા છે.