ઓસ્ટ્રેલિયાના સિડની અને વેર્સ્ટન ઓસ્ટ્રેલિયાના પર્થ શહેરમાં સિનિયર સિટીઝન્સ સભ્યોએ વિવિધતાસભર ટેલેન્ટ શો રજૂ કરીને તેમના રચનાત્મક અભિગમ અને પ્રતિભાનો પરચો આપ્યો હતો.
બંને શહેરમાં તાજેતરમાં યોજાયેલા કાર્યક્રમોમાં વડીલોએ બોલીવૂડ, લોકગીતો, ડાન્સ, ગાયન તથા ભાંગડા નૃત્ય કરીને યુવાનોને પણ શરમાવે તેવી સ્કૂર્તિથી વિવિધ રજૂઆતો કરી હતી.
Image
પર્થમાં ગુજરાતી સિનિયર સિટીઝન્સ ગ્રૂપને 20 વર્ષ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના પર્થમાં છેલ્લા 20 વર્ષથી સિનિયર સિટીઝન્સ સભ્યોનું ગ્રૂપ કાર્યરત છે. તેમના દ્વારા દર અઠવાડિયે વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. ગ્રૂપની 20મી જયંતિના ભાગરૂપે થયેલા આ આયોજનમાં 60થી 80 વર્ષની ઉંમરના સભ્યોએ ભાગ લીધો હતો.
80 વર્ષના વડીલે નૃત્ય પ્રસ્તુત કર્યુ
કાર્યક્રમમાં 80 વર્ષીય હીરાબેને બોલીવૂડના બ્લેક એન્ડ વ્હાઇટ ભાભી નામના સિનેમાના એક ગીત પર સુંદર નૃત્ય કર્યું હતું અને ઉપસ્થિત લોકોને મન જીતી લીધા હતા.
આ ઉપરાંત, ગીતા રબારીના લોકગીત – “બાઇકમા બુલેટ અને ગાડીમાં છે ઔડી” છોગાળા તારા”, “માના આશીર્વાદ” નામનો ગરબો પણ પ્રસ્તુત કરાયો હતો. લાડકી ગીતની રજૂઆત વખતે લાગણીસભર દ્રશ્યો સર્જાયા હતા.

Senior citizens in Perth performed traditional dance. Source: Supplied
નાટક દ્વારા સામાજિક સંદેશો
કાર્યક્રમમાં નાટક પણ પ્રસ્તુત કરાયું હતું. જેમાં વર્તમાન સમયમાં વડીલો અને યુવાનોના પ્રશ્નોનો ઉકેલ કેવી રીતે લાવવો તથા સામાજિક પ્રસંગમાં ખોટા ખર્ચ કરવાને બદલે નવી જીંદગી શરૂ કરવા પર ભાર મૂકતો સંદેશ અપાયો હતો.
કાર્યક્રમનું તમામ આયોજન સિનિયર સિટીઝન્સ દ્વારા જ કરવામાં આવ્યું હતું.

Senior citizens in Sydney took part in a talent show. Source: Supplied
સિડનીમાં સેવા ઓસ્ટ્રેલિયા દ્વારા ટેલેન્ટ ફેસ્ટનું આયોજન
ન્યૂ સાઉથ વેલ્સના સિડનીમાં પણ ‘Sewa Australia’ (સેવા ઓસ્ટ્રેલિયા) દ્વારા આંતરરાષ્ટ્રીય સિનિયર્સ વીકની ઉજવણી કરવામાં આવી હતી. જે અંતર્ગત સિનિયર્સ ટેલેન્ટ ફેસ્ટ પણ યોજાયો હતો.
3 કલાક સુધી ચાલેલા કાર્યક્રમમાં 300થી વધારે સિનિયર સિટીઝન્સે ભાગ લીધો હતો. 25 જેટલા વડીલોએ ગીત પ્રસ્તુ કરી, ડાન્સ, ગરબા અને ભાંગડા કર્યા હતા.

Senior citizens in Sydney took part in a talent show. Source: Supplied