બુશફાયરના અસરગ્રસ્તોને હાથો-હાથ મદદ પહોંચાડતું સ્વયંસેવકોનું એક ગ્રૂપ

Volunteers of Gujarati community in NSW

Volunteers of Gujarati community in NSW Source: Supplied

બુશફાયર પીડિતોને મદદ કરવા અનેક સંસ્થાઓ ફંડ ફાળો એકઠો કરી બીજી મોટી સંસ્થાને વહેંચવા સોંપી દે છે ત્યારે સિડની ખાતે બ્લેકટાઉન સ્વામીનારાયણ મંદિરના સ્વયંસેવકો હાથો હાથ રાહત સામગ્રી પહોંચાડી રહ્યા છે. મદદ પહોંચાડવા માટે ગામની પસંદગી કેવી રીતે થઇ, કેવા પ્રકારની રાહતસામગ્રીની જરૂર છે અને ખરેખર તે રાહત ક્યાં જઇ રહી છે, તે અંગેની તમામ વિગતો અભિષેકભાઇએ SBS Gujarati સાથે વહેંચી હતી.


ન્યૂ સાઉથ વેલ્સમાં બુશફાયરના કારણે અસર પામેલા નાના ટાઉન લેક કન્જુલ્વાને મદદ કરી રહેલા બ્લેકટાઉન સ્વામીનારાયણ મંદિરના સ્વયંસેવકો દ્વારા પહોંચાડવામાં આવતી રાહતસામગ્રીની પ્રક્રિયા પર એક નજર...

હાથોહાથ મદદ પહોંચાડવાનો વિચાર

બુશફાયરના અસરગ્રસ્તોની પરીસ્થિતી કેવી છે અને ત્યાં કેટલું નુકસાન થયું છે તથા તેમને ખરેખેર કઇ ચીજવસ્તુઓની જરૂર છે તે જાણ્યું હતું.

અને, જરૂરી સાધમસામગ્રી અને રાહતકાર્યો અસરગ્રસ્તોને જ પહોંચે તે માટે સ્વયંસેવક ગ્રૂપે હાથોહાથ મદદ પહોંચાડવાનું નક્કી કર્યું હતું.

Image

લેક કન્જુલ્વા ગામની પસંદગી કેમ કરી

બુશફાયરમાં સૌથી વધુ અસર પામેલા ન્યૂ સાઉથ વેલ્સના નોરવા ટાઉનમાં રાહતસામગ્રી પહોંચાડતી વખતે તેની આજુબાજુમાં આવેલા અને મદદથી વંચિત રહી ગયેલા નાના ટાઉનની માહિતી મેળવી.

લેક કન્જુલ્વા ટાઉન બુશફાયરના કારણે લગભગ 80 ટકા જેટલું તારાજ થઇ ગયું છે. અને, 89 પરિવારોએ તેમના ઘર ગુમાવ્યા છે. તેથી, વિવિધ ગામોને બદલે એક જ ટાઉનમાં સંપૂર્ણ રાહત પહોંચાડવાનું નક્કી કર્યું.
Mogo town in NSW.
Volunteers helping people in Mogo town in NSW. Source: Supplied
સ્વયંસેવક ગ્રૂપે આ અગાઉ ન્યૂ સાઉથ વેલ્સના દક્ષિણકાંઠે આવેલા અને 322 લોકોની વસ્તી ધરાવતા નાનકડા ગામ મોગોમાં પણ રાહતસામગ્રી વહેંચી હતી. કઈ વસ્તુઓની જરૂર છે તે નક્કી કરવા કેવા પ્રયાસો થયા?

ટાઉનના સ્વયંસેવકોનો સંપર્ક કરવામાં આવ્યો અને તેમના દ્વારા જાણ્યું કે હવે ટાઉનમાં કેવા પ્રકારની રાહતસામગ્રીની જરૂર છે. મળતી માહિતી પ્રમાણે હવે બુશફાયરમાં વિનાશ પામેલા ઘરનો કે મિલકતનો ઇન્સ્યોરન્સ ન હોવાથી નાણા તથા પાવરટુલની જરૂર છે.

ટાઉનમાં ગંદકી અને કચરાનું પ્રમાણ વધી જતા હવે ત્યાં સાફસફાઇના સાધનોની પણ જરૂર વર્તાય છે.
Volunteers helping people affected in recent bushfires in Lake Conjola town in NSW.
Volunteers helping people affected in recent bushfires in Lake Conjola town in NSW. Source: Supplied

આખરે આ રાહત સામગ્રી ક્યાં જઈ રહી છે?

લેક કન્જુલ્વા ટાઉનમાં પહોંચાડવામાં આવતી મદદ સંપૂર્ણ રીતે પારદર્શક છે. ટાઉનના અસરગ્રસ્તોને હાથોહાથ રાહત સામગ્રી પહોંચાડાય છે અને તેમના દ્વારા શરૂ કરવામાં આવેલા ટ્રસ્ટમાં ભેગા થતા નાણાનો હિસાબ પણ અપાય છે.


Share