Latest

વિક્ટોરીયામાં ઉનાળાનું સૌથી નિમ્ન તાપમાન, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં સૌથી ગરમ દિવસનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયામાં પૂર તથા બદલાતા હવામાનની માહિતી.

TRAVEL MOUNT HOTHAM ALPINE RESORT

Supplied image of Hotham Alpine Resort in Victoria at night. (file) Credit: STEVE CUFF/PR IMAGE

વર્તમાન ઉનાળામાં ઓસ્ટ્રેલિયામાં સૌથી નિમ્ન તથા સૌથી ઉંચા તાપમાનનો રેકોર્ડ્ નોંધાયો છે.

હવામાનની માહિતી આપતી ખાનગી સંસ્થા Weatherzone ના જણાવ્યા પ્રમાણે, વિક્ટોરીયામાં સૌથી ઉનાળા દરમિયાન સૌથી નિમ્ન તાપમાન બુધવારે સવારે નોંધાયું હતું.

માઉન્ટ હોથામમાં -5.4°C તાપમાન નોંધાયું હતું. તેણે અગાઉ 20મી ડિસેમ્બર 1978ના રોજ નોંધાયેલા -5.2°C ના રેકોર્ડને તોડ્યો હતો.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ન્યૂ સાઉથ વેલ્સના આંતરિક તથા વિક્ટોરીયાના પૂર્વ વિસ્તારોમાં ડીસેમ્બર મહિનાના પ્રથમ ભાગમાં સૌથી નિમ્ન તાપમાન નોંધાયું છે.

Weatherzone ના જણાવ્યા મુજબ, વિક્ટોરીયાના પર્વતીય વિસ્તારોમાં, તાસ્મેનિયા તથા ન્યૂ સાઉથ વેલ્સના સ્નોઇ માઉન્ટેન્સમાં બરફ પડ્યો હતો.

9મી ડિસેમ્બરના રોજ ન્યૂ સાઉથ વેલ્સની પેરિશર વેલીમાં ઓસ્ટ્રેલિયામાં ઉનાળા દરમિયાન નોંધાયેલું સૌથી નિમ્ન તાપમાન - 7ºC નોંધાયું હતું.
ઓસ્ટ્રેલિયામાં સૌથી મહત્તમ તાપમાનનો રેકોર્ડ પણ નોંધાયો છે.

વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના મંડોરામાં રવિવારે 48.5ºC તાપમાન નોંધાયું હતું.

પૂર

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાકૂલ જંક્શન, બાઉન્ડ્રી બેન્ડ અને વેન્ટવર્થ વિસ્તારોમાં મોટું પૂર યથાવત છે.
બ્યૂરોએ વધુમાં ઉમેર્યું હતું કે, વિક્ટોરીયાના ઉત્તર તથા ગીપ્સલેન્ડ વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિની શક્યતા નથી.

હીટવેવ

બુધવારે સવારે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં બુરુપ વિસ્તારમાં આગની ચેતવણી જારી કરવામાં આવી હતી. અને, રહેવાસીઓને સતર્ક રહેવા જણાવાયું હતું.
ઓસ્ટ્રેલિયાના ઉત્તર વિસ્તારોમાં હીટવેવની પરિસ્થિતિ હળવી થઇ છે. પરંતુ કેટલાક સ્થળો પર ભારેથી સામાન્ય હીટવેવની ચેતવણી 16મી ડીસેમ્બર સુધી યથાવત રહેશે.

Extreme heatwave:

QLD: North Tropical Coast and Tablelands districts

Severe heatwave:

QLD: Peninsula, Gulf Country and Herbert and Lower Burdekin districts

Northern Territory: Tiwi, Arnhem, Carpentaria, Gregory and Barkly Districts

હવામાનની તાજી જાણકારી માટે
તાજા ફેરફારો વિશે માહિતી મેળવો

VIC SES 

If you are in a life-threatening emergency, call Triple Zero (000). Call the NSW SES on 132 500 and Victoria Emergency Services on 1800 226 226 if you have experienced damage from storms, wind, hail or a fallen tree and if a tree branch is threatening your property or a person's safety.

To access this information in other languages, call the Translating and Interpreting Service on 131 450 (freecall) and ask them to call VicEmergency Hotline.

If you are deaf, hard of hearing, or have a speech/communication impairment contact National Relay Service on 1800 555 677 and ask them to call the VicEmergency Hotline

Share
Published 14 December 2022 2:33pm
Source: SBS


Share this with family and friends