નવી ચાઈલ્ડ કેર વ્યવસ્થા હેઠળ પરિવારને સરેરાશ $1,300 ની બચત થશે

2જી જુલાઈથી ચાઈલ્ડ કેર વ્યવસ્થામાં અમલમાં આવનાર બદલાવના કારણે પરિવારોને ચાઈલ્ડ કેરના ખર્ચમાં રાહત આપવાનો ઉદેશ છે. નવી નીતિ મુજબ ચાઈલ્ડ કેરનો લાભ લેવા વાલીઓએ રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી છે

Kids at Day care

Source: Creative Commons Attribution 2.0 Generic license.

જુલાઈ મહિનાથી અમલમાં આવનાર નવી ચાઈલ્ડ કેર વ્યવસ્થા હેઠળ, પ્રતિ સપ્તાહ સરેરાશ 28.5 કલાક ચાઈલ્ડ કેર સેવાઓનો ઉપયોગ કરનાર પરિવારને અંદાજે $1300 ની બચત થશે.

આ નવી વ્યવસ્થા હેઠળ રાહતનો લાભ લેવા 812,000 જેટલા પરિવારોએ પોતાની નોંધણી કરાવી દીધી છે, જયારે 350,000 એ જૂની માંથી નવી વ્યવસ્થામાં બદલી કરાવવાની હજુ બાકી છે. આ પરિવારો નવી વ્યવસ્થા હેઠળ લાભ ચુકી જશે તેવી ભીતિ છે.

કેન્દ્રીય શિક્ષણ મંત્રી સિમોન બ્રીમિંગહામે જણાવ્યું કે, " જયારે  કેટલાય પરિવારો  હજારો ડોલરની નથી તો સેંકડો ડોલરની બચત  પ્રતિવર્ષ કરી શકે માટે નવી વ્યવસ્થામાં જોડાઈ રહ્યા છે, નવી વ્યવસ્થા ઓટોમેટિક નથી - myGovના માધ્યમથી  તેઓએ નવી વ્યવસ્થા સાથે જોડાવવું જરૂરી છે. "
સરકારના આ પગલાંનો વિરોધ કરતા  બાળકોના વિકાસ અને પ્રારંભિક શિક્ષણ શેડો મંત્રી અમાન્ડા રિશવોર્થે જણાવ્યું કે તેઓ આવનાર બદલાવ અંગે ચિંતિત છે. સ્કાય ન્યુઝ વાત કરતા તેઓએ જણાવ્યું કે આવનાર બદલાવને એક મહિનાનો જ સમય રહ્યો છે, ત્યારે પરિવારો અને સેન્ટર્સને  ખુબ પ્રારંભિક તબક્કામાં જોતા  દેશભરમાં દર 4 માંથી 1 પરિવાર પર આની ખરાબ અસર થશે.

તેણીએ ઉમેર્યું હતુંકે આવી વ્યવસ્થાના અમલીકરણ પહેલા કેટલાક  ગંભીર પ્રશ્નોનું નિરાકરણ  જરૂરી છે.

નવી વ્યવસ્થા:

સરકાર દ્વારા ચાઈલ્ડ કેર બેનિફિટ અને ચાઈલ્ડ કેર રિબેટ વ્યવસ્થા નાબૂદ કરી, બંને લાભો  એક જ સબસીડી વ્યવસ્થા હેઠળ ભેગા કરી અમલમાં મુકવામાં આવશે .

જૂની પેમેન્ટ વ્યવસ્થા ટૂંક સમયમાંજ બંધ કરી દેવાં આવશે, અને તેની જગ્યા એ નવી વ્યવસ્થા લાગુ કરવામાં આવશે.

સરકાર દ્વારા સંકેત આપવામાં  આવ્યો છે કે જે પરિવારો નવી વ્યવસ્થામાં નિયત સમયસીમા દરમિયાન  નહિ જોડાયા હોય તેમના માટે લાભના પેમેન્ટમાં મોડું થઇ શકે છે.

ખુબ ઓછી આવક ધરાવતા પરિવારોને સૌથી વધુ સબસિડીનો લાભ મળશે. ઓછી આવક ધરાવતા પરિવારો માટે આ રાહત 85% જેટલી રહેશે જયારે વધુ આવક ધરાવતા પરિવારો માટે આ દર 20% રહેશે.

સરકાર દ્વારા એ પણ ચકાસણી કરવામાં આવશે કે દમ્પત્તિ કે કપલ દ્વારા પખવાડિયે કેટલા કલાક કામ - રોજગાર માટે, ઇન્ટરશીપ માટે, નોકરી કે રોજગારની શોધમાં  કે સ્વંયસેવક તરીકે સેવા આપવામાં વાપરવામાં  આવે છે.
Child care
Source: SBS NEWS -Australian Government
જેટલા વધુ કલાક ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં વપરાશે, તેટલી વધુ રાહત સરકાર દ્વારા ચુકવવામાં આવશે- પણ આ દરની ગણતરી ઓછું કમાતા કે કામ કરતા પાર્ટનર પર આધારિત હશે. એટલેકે જો એક પાર્ટનર આઠ કલાકથી ઓછી પ્રવૃત્તિમાં સામેલ હશે તો આવા પરિવાર આ રાહત માટે પાત્ર નહિ ગણાય.

જો પરિવારની સંયુક્ત આવક $67,000 કરતા ઓછી હશે, તો તેમને બેઝલાઈન એલાઉન્સ 24 કલાકની ચુકવણી સાથેની કેર આપવામાં આવશે.  


Share
Published 11 June 2018 1:47pm
Updated 12 August 2022 3:43pm
By James Elton-Pym, Harita Mehta
Source: SBS News


Share this with family and friends