વર્ષ 2022 માટે વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટ્સની યાદી જાહેર

વિશ્વના 192 દેશોમાં વિસા-ફ્રી મુસાફરી સાથે જાપાનનો પાસપોર્ટ યાદીમાં પ્રથમ ક્રમે, ઓસ્ટ્રેલિયા 7મા તથા ભારત 84મા ક્રમે.

Indian and Australian passports

For representative purposes only Source: (Wikimedia/Sulthan90 and Ajfabien (C.C. BY A SA 4.0))

તાજેતરમાં લંડન સ્થિત ગ્લોબલ સિટીઝનશિપ અને રેસીડન્સ એડ્વાઇઝરી સંસ્થા હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ દ્વારા વિશ્વના સૌથી શક્તિશાળી પાસપોર્ટની યાદી જારી કરવામાં આવી છે.

હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષે આંતરરાષ્ટ્રીય એર ટ્રાન્સપોર્ટ એસોસિયેશન દ્વારા આપવામાં આવેલી વિગતોના આધારે વર્ષ 2022 માટે આ યાદી પ્રસિદ્ધ કરી છે.

યાદીમાં આપવામાં આવેલી વિગતો પ્રમાણે, જાપાન તથા સિંગાપોરને વર્ષ 2022 માટે પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. જાપાન કે સિંગાપોરનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ વિશ્વના 192 દેશોમાં વિસા-વિના મુસાફરી કરી શકે છે.
190 દેશો સાથે બીજા ક્રમે જર્મની તથા સાઉથ કોરિયાના પાસપોર્ટને સ્થાન મળ્યું છે.

જ્યારે ફિનલેન્ડ, ઇટલી, લક્સમબર્ગ, સ્પેનનો પાસપોર્ટ 189 દેશો સાથે યાદીમાં ત્રીજા ક્રમે છે.

યાદીમાં 199 દેશોના પાસપોર્ટ તથા 227 સ્થળોને સ્થાન આપવામાં આવ્યું છે. વિસા પોલિસીમાં થતા ફેરફારને ધ્યાનમાં રાખીને હેનલી પાસપોર્ટ ઇન્ડેક્ષ દ્વારા દર 3 મહિને યાદીની સમીક્ષા કરવામાં આવે છે.

યાદીમાં ભારતને 84મું સ્થાન આપવામાં આવ્યું છે. ભારતનો પાસપોર્ટ ધરાવતી વ્યક્તિ વિશ્વના 59 દેશોમાં વિસા-ફ્રી મુસાફરી કરી શકે છે.

બીજી તરફ, ઓસ્ટ્રેલિયાને યાદીમાં 7મું સ્થાન મળ્યું છે. 185 દેશોમાં ઓસ્ટ્રેલિયાના પાસપોર્ટ સાથે વિસા-ફ્રી મુસાફરી કરી શકાય છે.
વર્ષ 2022 માટે વિશ્વના ટોચના 10 શક્તિશાળી પાસપોર્ટ્સ

  • 1. જાપાન, સિંગાપોર - 192 દેશ
  • 2. જર્મની, સાઉથ કોરિયા - 190 દેશ
  • 3. ફિનલેન્ડ, ઇટલી, લક્સમબર્ગ, સ્પેન - 189 દેશ
  • 4. ઓસ્ટ્રિયા, ડેનમાર્ક, ફ્રાન્સ, નેધરલેન્ડ્સ, સ્વીડન - 188 દેશ
  • 5. આયર્લેન્ડ, પોર્ટુગલ - 187 દેશ
  • 6. બેલ્જિયમ, ન્યૂઝીલેન્ડ, નોર્વે, સ્વીટ્ઝર્લેન્ડ, યુનાઇટેડ કિંગડમ, યુનાઇટેડ સ્ટેટ્સ - 186 દેશ
  • 7. ઓસ્ટ્રેલિયા, કેનેડા, ઝેક રિપબ્લિક, ગ્રીસ, માલ્ટા - 185 દેશ
  • 8. હંગેરી, પોલેન્ડ - 183 દેશ
  • 9. લિથુઆનિયા, સ્લોવાકિયા - 182 દેશ
  • 10. ઇસ્ટોનિયા, લેટ્વિયા, સ્લોવેનિયા - 181 દેશ
વિશ્વના 5 સૌથી નબળા પાસપોર્ટ્સ

  • 111. અફઘાનિસ્તાન - 26 દેશ
  • 110. ઇરાક - 28 દેશ
  • 109. સિરીયા - 29 દેશ
  • 108. પાકિસ્તાન - 31 દેશ
  • 107. યેમેન - 33 દેશ

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends