આરોગ્ય માટે જોખમકારક હોય તેવી કેમિકલ મિશ્રિત રસીદનો મોટા રીટેલ વેપાર - ઉદ્યોગો વપરાશ બંધ કર્યો છે પરંતું, તેના બદલે કયા કેમિકલનો ઉપયોગ કરવામાં આવે છે. તે ચિંતાનો વિષય બન્યો છે.
ઓસ્ટ્રેલિયામાં વુલવર્થ્સ તથા કોલ્સ, બે મોટા વેપાર - ઉદ્યોગોએ BPA કેમિકલનો વપરાશ બંધ કર્યો છે. BPA દ્વારા પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવી શકાય છે. જે આરોગ્ય માટે જોખમકારક હોવાનું તારણ નીકળ્યા બાદ ઉદ્યોગોએ તેનો વપરાશ નહીં કરવાનો નિર્ણય લીધો હતો.
અભ્યાસના જણાવ્યા પ્રમાણે, પ્લાસ્ટિકના વપરાશના કારણે પ્રજનન સાથે સંકળાયેલી સમસ્યાઓ, ડાયાબિટીસ તથા સ્થૂળતા જેવી સમસ્યાઓ પેદા થઇ શકે છે.
વિશેષજ્ઞોના જણાવ્યા મુજબ, BPA ના સ્થાને વપરાશમાં લેવામાં આવતા રસાયણમાં પણ સમાન લક્ષણો હોઇ શકે છે.
BPA શું છે?
BPA અથવા Bisphenol A, એક પ્રકારનું પોલિમર છે. જે પોલિકાર્બોનેટ પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ બનાવવામાં વપરાય છે.
ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓ રોજીંદા જીવનમાં પાણીની બોટલ, કોન્સર્ટની ટિકીટ, કેન તથા રીસીપ્ટ્સનો ઉપયોગ કરે છે.
BPA પ્રિન્ટીંગ કરવા માટે સસ્તુ અને અસરકારક કેમિકલ છે.
RMIT યુનિવર્સિટી ખાતે કેમીસ્ટ્રી વિભાગના પ્રોફેસર ઓલિવર જોન્સે જણાવ્યું હતું કે, BPA વિશે વિશ્વભરમાં ઘણા અભ્યાસ કરવામાં આવ્યા છે.
અને, છેલ્લા એક કરતાં વધુ દશકથી બાળકો માટેની બોટલનું BPA ના ઉપયોગ વિના ઉત્પાદન થાય છે.
વર્ષ 2014માં અમેરિકામાં કરવામાં આવેલા અભ્યાસ પ્રમાણે, કરિયાણાની દુકાન, એટીએમ તથા પેટ્રોલ સ્ટેશન પર હાથમાં મોજા ધારણ કર્યા વિના સતત બે કલાક સુધી રસીદ હાથમાં રાખનારા લોકોના પેશાબમાં BPA નું પ્રમાણ જોવા મળ્યું હતું.
BPA નો મુદ્દો કેમ ચર્ચામાં છે?
લાંબા સમય સુધી અભ્યાસ બાદ જાણવા મળ્યા પ્રમાણે, BPA આપણે વપરાશમાં લેતા હોઇએ તેવા ખાદ્યપદાર્થોમાં સંક્રમિત થઅ શકે છે.
કેટલાક અભ્યાસના તારણ પ્રમાણે, BPA ઉંચી માત્રામાં જો શરીરમાં પ્રસરે તો તેના કારણે પ્રજનન સમસ્યાઓ, ડાયાબિટીસ, સ્થૂળતા તથા કેન્સર જેવી બિમારી થઇ શકે છે.
વર્ષ 2020માં યુરોપે થર્મલ પેપરમાં BPA ના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો હતો.

Many retailers are phasing out BPA from its receipts due to growing concerns from consumers about the health risks associated with it. Source: Getty / James Hardy
સુપરમાર્કેટ્સે કેવા પગલાં લીધા?
વુલવર્થ્સે જણાવ્યું હતું કે, છેલ્લા 7 વર્ષથી તેમણે રસીદમાં BPA નો વપરાશ બંધ કર્યો છે.
પ્રવક્તાએ ઉમેર્યું હતું કે, મોટાભાગના ગ્રાહકો હવે કાગળ આધારીત રસીદ કરતાં ડીજીટલ રસીદ મેળવવાનું વધુ પસંદ કરે છે.
વર્ષ 2021ના જૂન મહિનામાં ગ્રાહકોને ડીજીટલ રસીદ મેળવવાનો વિકલ્પ આપવામાં આવ્યો હતો. ત્યારથી જ દરરોજ લગભગ 7 લાખ વ્યવહારોમાં ડીજીટલ રસીદ મેળવવામાં આવે છે.
કોલ્સે પણ જણાવ્યું હતું કે, તેમની રસીદમાં BPA નો ઉપયોગ થતો નથી.
BPA નો વિકલ્પ રહસ્યમય
જો મોટાભાગના ઉદ્યોગોએ BPA નો ઉપયોગ બંધ કર્યો હોય તો તેમણે તેના સ્થાને કયો વિકલ્પ પસંદ કર્યો છે તે એક પ્રશ્ન સમાન છે.
પ્રોફેસર જોન્સના જણાવ્યા પ્રમાણે, BPA નો સૌથી સરળ વિકલ્પ સમાન પ્રકારનું કેમિકલ BPS - Bisphenol S છે.
જોન્સે ઉમેર્યું હતું કે, BPS વિશે વધુ અભ્યાસ થયો નથી.
જે ઉદ્યોગો BPA નો ઉપયોગ નથી કરતાં તેઓ BPS ના વપરાશ તરફ વળ્યા છે.
SBS News એ જ્યારે વુલવર્થ્સ અને કોલ્સને આ અંગે પૂછ્યું ત્યારે તેમણે સ્પષ્ટતા કરી નહોતી.
BPA કે BPS ને કેવી રીતે ટાળી શકાય
જોન્સ જણાવે છે કે, સુપરમાર્કેટ્સમાં કાર્ય કરતા કર્મચારીઓ જો સતત રસીદના સંપર્કમાં આવી શકે તેવી શક્યતા હોય તો તેમણે હંમેશાં મોજા ધારણ કરવા જોઇએ અથવા ગ્રાહકોને રસીદ મેળવવાનો વિકલ્પ આપી શકે છે.
વેપાર - ઉદ્યોગો પણ કાગળની રસીદના બદલે ફોનમાં હોય તેવી ઇ-રીસીપ્ટ્સનો ઉપયોગ કરી શકે છે.
વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.
SBS Radio App: SBS Gujarati ના તમામ પોડકાસ્ટ અને લાઇવ રેડિયો સાંભળવા App Store અને Google Play પરથી SBS Radio App ડાઉનલોડ કરો.
ગુજરાતીમાં સમાચારો અને મુલાકાતો સાંભળો: ગુજરાતીમાં દૈનિક સમાચારો અને દેશ – વિદેશમાં વસતા ગુજરાતી સમુદાયના લોકોની મુલાકાતો સાંભળવા SBS Gujarati ને Apple Podcasts, Google Podcasts, Spotify પર સબસ્ક્રાઈબ કરો.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.