વર્ષ 2020 માટે સૌથી શ્રેષ્ઠ ટેક્સ રીટર્ન કેવી રીતે તૈયાર કરવું

જો તમે ઓસ્ટ્રેલિયામાં 1લી જુલાઇથી 30 જૂન સુધી આવક મેળવી છે તો તમારે 31મી ઓક્ટોબર સુધીમાં ટેક્સ રીટર્ન ભરવું જરૂરી છે. આવો જાણિએ, કેવી રીતે તમે ટેક્સ રીફંડ મેળવી શકો અને નાણાકિય વર્ષમાં તમારો ટેક્સ ઓછો કરી શકો.

Tax return

Source: Getty Images


હાઇલાઇટ્સ

  • 1લી જુલાઇથી 30મી જૂન સુધી ઓસ્ટ્રેલિયન આવક મેળવનારા કોઇ પણ વ્યક્તિએ તેનું ટેક્સ રીટર્ન ભરવું જરૂરી છે
  • જો તમે પગાર કે મહેનતાણું મેળવ્યું હોય તો તમારે વ્યક્તિગત ટેક્સ રીટર્ન ભરવાનું રહેશે
  • પેમેન્ટ ટેક્સને પાત્ર આવક ગણાશે

આ વર્ષે લગભગ 13 મિલિયનથી પણ વધારે ઓસ્ટ્રેલિયાના નાગરિકો અને રહેવાસીઓ ટેક્સ રીટર્ન ભરશે.

જે અંતર્ગત, ઓસ્ટ્રેલિયન ટેક્સ ઓફિસ ટેક્સ રીટર્ન મેળવવા માટેની લાયકાતો તપાસશે. જોકે, આ વખતે, ઓસ્ટ્રેલિયન સરકાર દ્વારા મહામારીના સમયે લેવામાં આવેલા પગલાંના કારણે ટેક્સ માટેનું વર્ષ થોડું અલગ રહેશે.
Small business
Source: Getty Images
ના ઓસ્ટ્રેલિયાના ટેક્સ લીડર માઇકલ ક્રોકર જણાવે છે કે જે લોકો અન્ય નોકરીઓ કરે છે અને તેમનું નામ કર્મચારી તરીકે નોંધાયેલું નથી, તેમને ટેક્સની ચૂકવણીમાંથી બાદ મળશે.

18,200 ડોલરથી ઓછી આવક મેળવનારા લોકોને ટેક્સમાંથી બાદ મળશે પરંતુ તેમણે ટેક્સ રીટર્ન તો કરવું જ પડશે.

417 અને 462 વર્કિંગ ડોલિડે વિસા હેઠળ રહેતા લોકોની આવક 37,001થી ઓછી હશે તો તેમને પણ ટેક્સ ભરવામાં છૂટ મળશે.
જો તમારી આવક નક્કી કરેલી મર્યાદા કરતા ઓછી છે, અથવા મર્યાદા કરતા વધારે છે તો તમે ટેક્સ રીટર્ન ફાઇલ કરીને રીફંડ મેળવી શકો છો.
ઓસ્ટ્રેલિયાએ જે લોકો અહીં દેશમાં જ રહે છે અને વિદેશી આવક મેળવે છે તેઓ બે વખત ટેક્સ ન ભરે અથવા કરચોરી ન થાય તે માટે તેમની માહિતીની આપ-લે કરવા 40 દેશો સાથે ટેક્સ અંગેની સંધિઓ કરેલી છે.

માઇકલ ક્રોકરના જણાવ્યા પ્રમાણે, ટેક્સ અંગેની બાબતોમાં પ્રામાણિક રહી દંડ અને વ્યાજમાંથી બચી શકાય છે.

ઓસ્ટ્રેલિયાના કુલ કર્મચારીઓમાંથી લગભગ અડધી સંખ્યામાં કર્મચારીઓ સરકારના પખવાડિયાના 1500 ડોલરના જોબકિપર પેમેન્ટ્સ મેળવવા માટેના હકદાર છે, જોકે, તે આવક ટેક્સને પાત્ર છે.
નક્કી કરેલી યોજના પ્રમાણે, જે લોકો 1લી માર્ચ કે તે અગાઉ નોકરીમાં જોડાયા હશે તેમને જોબકિપર પેમેન્ટનો લાભ મળશે.
માઇકલ ક્રોકરે જણાવ્યું હતું કે, જે વ્યવસાયોએ તેમના ત્યાં લાંબાગાળાથી નોકરી કરતા કર્મચારીઓને છૂટા કરી દીધા હતા, તેમને ફરીથી નોકરી પર લઇ શકે છે.
Mfanyabiashara ndani ya mgahawa wake
Mfanyabiashara ndani ya mgahawa wake Source: Getty Images
મેલ્બર્નનાના આનંદ શુક્લા જણાવે છે કે કોરોનાવાઇરસ અગાઉ જે કેસ્યુઅલ અથવા પાર્ટ – ટાઇમ કર્મચારીઓ પખવાડિયાના 1500 ડોલરથી ઓછી આવક મેળવતા હતા તેમને ફાયદો થશે.
જો કર્મચારી વધુ કલાક કાર્ય કરતા હોય અને વ્યવસાયનો માલિક 1500 ડોલરથી વધારેની આવક આપવા માટે જવાબદાર હોય તો તેણે બાકી રહેલા નાણા આપવા પડશે.
જોબકિપર પેમેન્ટ પદ્ધતિ થોડા અંશે જટિલ પદ્ધતિ છે પરંતુ આનંદ શુક્લા કહે છે કે, તેના કારણે કર્મચારીઓને તેમની નાણાકિય સ્થિરતા ન જોખમાવી જોઇએ.

તેઓ કર્મચારીઓને ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસનું જોબકિપર એમ્પલોઇ નોમિનેશન નોટિસ ફોર્મ ડાઉનલોડ કરી તેને ભરવા માટે પ્રેરિત કરે છે.

શુક્લાએ ઉમેર્યું હતું કે જે કર્મચારીઓ આ પેમેન્ટ મેળવવા માટે લાયક છે તેમણે સત્વરે પોતાના વ્યવસાય કે માલિકને આપી દેવું જોઇએ. જેથી, માલિકના ખાતામાં તે નાણા જમા થાય.
કેટલાય કર્મચારીઓ આ પેમેન્ટ મેળવવા માટે પાત્ર નહીં બની શકે, જ્યારે કર્મચારીઓને અગાઉથી જ પેમેન્ટ આપી દીધું છે તેવા વ્યવસાયો પણ જોબકિપર પેમેન્ટ નહીં મેળવી શકે.
શુક્લાએ જણાવ્યું હતું કે ઉબર અને ફૂડ ડિલીવરી કરતા કેટલાક કર્મચારીઓ પેટ્રોલ, ઇન્સ્યોરન્સ, કાર રજીસ્ટ્રેશન, કાર રીપેર, મેન્ટેનન્સ, કાર વોશ, કાર લોન, મોબાઇલ ફોનની ફી જેવા ખર્ચનો દાવો કરી શકે છે.

જોકે, કેટલાક ડીલીવરી ડ્રાઇવર્સ આ તમામ બાબતોનો રેકોર્ડ દર્શાવવામાં અસમર્થ હોવાના કારણે તેનો લાભ મેળવી શકતા નથી.
Uber driver
Source: Getty Images
સરકારે કોરોનાવાઇરસના કારણે ઘરેથી કાર્ય કરતા ઓસ્ટ્રેલિયન્સને કલાકના 80 સેન્ટ્સ દીઠ ટેક્સમાંથી બાદ કરવાની યોજના અમલમાં મૂકી છે.

શુક્લાએ જણાવ્યું હતું કે જે આર્કિટેક્ટને કાર્ય કરવા માટે ઘરમાં મોટી જગ્યાની જરૂર છે તે લોકો મેળવી શકે છે.

વ્યક્તિગત રીતે કાર્ય કરતા લોકો પણ વર્ક ફ્રોમ હોમ ટેક્સ યોજના અંતર્ગત દાવો કરી શકે છે.

ઘરની લોન કે ભાડા પર પણ રાહત મેળવી શકાય છે પરંતુ શુક્લાના જણાવ્યા પ્રમાણે, તે હોમઓનર કેપીટલ ગેન ટેક્સ પર અસર કરી શકે છે.

માઇકલ ક્રોકરના જણાવ્યા પ્રમાણે, ઓસ્ટ્રેલિયન ટેક્સશન ઓફિસની એપ્લિકેશન પર બિઝનેસના ખર્ચાનો રેકોર્ડ મૂકી શકાય છે. અથવા ટેક્સ એજન્ટ પાસેથી ટેક્સ રીફંડ વિશે માહિતી મેળવી શકાય છે.
Small business
Source: Getty ImagesRick Gomez
ઓસ્ટ્રેલિયન ટેક્સશન ઓફિસે 700 જેટલા વિવિધ સમુદાયો સાથે મળીને ટેક્સ વિશેની માહિતી પૂરી પાડવાની દિશામાં કાર્ય કર્યું છે.

તમે SBS Tax Talk પર તમારી જ ભાષામાં ટેક્સને લગતી માહિતી મેળવી શકો છો, અથવા ને 132861 પર ફોન કરીને સલાહ મેળવી શકો છો.

તમે 60,000 ડોલરથી ઓછી આવક મેળવો છો તો તમે કદાચ માટે પણ લાયક છો.

તમને ભાષાને લગતી મદદની જરૂર હોય તો, ભાષાંતરની સર્વિસને 131450 ફોન કરો, અને ATO હેલ્પલાઇન સાથે જોડાણ વિશે વાત કરો.

દરમિયાન વ્યક્તિગત કે વેપારને લગતા ટેક્સ વિશેની કોઇ પણ માહિતી માટે ઓસ્ટ્રેલિયન ટેક્સેશન ઓફિસ (ATO) ની વેબસાઇટની મુલાકાત લો.

Share
Published 24 April 2020 2:43pm
By Amy Chien-Yu Wang
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends