ઓસ્ટ્રેલિયાથી ભારત પરત જવા માંગતા લોકો માટે એર ઇન્ડિયાએ વધુ આઠ ફ્લાઇટ્સની જાહેરાત કરી છે.
શનિવારે સાંજે એર ઇન્ડિયાએ પોતાના ટ્વિટર એકાઉન્ટના માધ્યમથી તેની જાહેરાત કરી હતી.
ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્ન શહેરથી ભારતના વિવિધ શહેરો માટે ફ્લાઇટ ઉડશે.
ત્રીજા તબક્કામાં આઠ ફ્લાઇટ્સ
એર ઇન્ડિયાના જણાવ્યા પ્રમાણે, વંદે ભારત મિશનના ત્રીજા તબક્કામાં ઓસ્ટ્રેલિયાના સિડની અને મેલ્બર્નથી 1થી 14મી જુલાઇ દરમિયાન ભારત માટે આઠ ફ્લાઇટ્સ ઉડશે.
એર ઇન્ડિયાની વેબસાઇટ પરથી જ ટિકીટનું બુકિંગ કરવામાં આવશે.
28મી જૂનથી બુકિંગનો પ્રારંભ
એર ઇન્ડિયાએ ટ્વિટર પર આપેલી માહિતી પ્રમાણે, 28મી જૂન 2020થી ભારત માટેની ખાસ ફ્લાઇટ્સના બુકિંગનો પ્રારંભ થશે.
ભારતીય સમય પ્રમાણે બપોરે 12.00 વાગ્યે (ઓસ્ટ્રેલિયન સમય પ્રમાણે સાંજે 4.30 વાગ્યાથી) એર ઇન્ડિયા પર બુકિંગ કરાવી શકાશે.