વડાપ્રધાને મુસાફરીના પ્રતિબંધો વધુ કડક કરવાની જાહેરાત કરી

વડાપ્રધાન સ્કોટ મોરિસનના જણાવ્યા પ્રમાણે કોરોનાવાઇરસના નવા ચેપી પ્રકારનું દેશમાં સંક્રમણ ફેલાતું અટકાવવાના પ્રયાસ હેઠળ વિવિધ પ્રતિબંધો જાહેર કરાયા.

National Cabinet will meet again.

Source: AAP

કોરોનાવાઇરસના નવા ચેપી પ્રકારનું ઓસ્ટ્રેલિયામાં સંક્રમણ રોકવા માટે નેશનલ કેબિનેટમાં આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટીક મુસાફરી માટે કેટલાક કડક નિયમો અમલમાં મુકવામાં આવ્યા છે

કોમનવેલ્થ સ્તરે ગ્રેટર બ્રિસબેનને કોરોનાવાઇરસનું હોટસ્પોટ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે સફાઇકર્મીમાં કોરોનાવાઇરસનો નવો પ્રકાર જોવા મળતા શહેરમાં 3 દિવસનું લોકડાઉન અમલમાં મૂકવામાં આવ્યું હતું.

ફેરફાર હેઠળ, ઓસ્ટ્રેલિયા પરત ફરી રહેલા મુસાફરોએ ફ્લાઇટમાં બેસતા અગાઉ કોરોનાવાઇરસનો નેગેટીવ રીપોર્ટ દર્શાવવો જરૂરી છે આ ઉપરાંત, દેશમાં પ્રવેશતા મુસાફરોની સંખ્યા પણ ઘટાડવામાં આવી છે.

યુનાઇટેડ કિંગડમથી આવતા મુસાફરોએ ફ્લાઇટમાં બેસતા અગાઉ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવો જરૂરી છે.

આંતરરાષ્ટ્રીય તથા ડોમેસ્ટીક ફ્લાઇટ્સમાં તથા દેશના તમામ એરપોર્ટ્સ પર માસ્ક પહેરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને તેમાં છૂટછાટ આપવામાં આવી છે.
વડાપ્રધાન મોરિસને જણાવ્યું હતું કે, વાઇરસથી બચવા માટે આપણે વધુ સાવચેતી રાખવી જરૂરી છે.

ઓછા જોખમી દેશમાંથી આવતા સિઝનલ કર્મચારીઓને ટેસ્ટીંગ પ્રણાલીમાં થોડી છૂટ આપવામાં આવશે.

ફેબ્રુઆરી સુધી આંતરરાષ્ટ્રીય ઉતરાણની સંખ્યા ઘટાડી

ન્યૂ સાઉથ વેલ્સ, ક્વિન્સલેન્ડ તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં થઇ રહેલા વર્તમાન આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા 50 ટકા જેટલી ઘટાડવામાં આવી છે.

ન્યૂ સાઉથ વેલ્સમાં હવે દર અઠવાડિયે 1505 લોકો, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 512 તથા ક્વિન્સલેન્ડમાં 500 લોકોને ઊતરાણ કરાવવામાં આવશે.



વિક્ટોરીયામાં દર અઠવાડિયે 490 લોકોને ઊતરાણની પરવાનગી છે.

શુક્રવારે નેશનલ કેબિનેટમાં 15મી ફેબ્રુઆરી સુધી દેશમાં આંતરરાષ્ટ્રીય ઊતરાણની સંખ્યા ઘટાડવા અંગે નિર્ણય લેવાયો હતો.

મોરિસને જણાવ્યું હતું કે વિદેશમાં રહી ગયેલા 80 ટકા ઓસ્ટ્રેલિયન્સ વાઇરસના નવો ચેપ ધરાવતા દેશોમાં છે.

નવા વાઇરસ અંગે ઘણી અસમંજસતા છે, તેથી જ હાલના તબક્કે સાવચેતી રાખવી જરૂરી છે. તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.
ચીફ મેડિકલ ઓફિસર પૌલ કેલીએ પણ નવા ચેપી પ્રકાર સામે સાવચેત રહેવા અંગે જણાવ્યું હતું.

ઓસ્ટ્રેલિયન્સની સુરક્ષા જ અમારો મુખ્ય ઉદ્દેશ્ય છે અને નવો ચેપી પ્રકાર ઓસ્ટ્રેલિયામાં ફેલાય નહીં તે માટે જરૂરી પગલાં લેવાની અમારી પ્રાથમિકતા છે.

કારણ કે તેને નિયંત્રણમાં લેવો ઘણો અઘરો રહેશે.

ક્વોરન્ટાઇનમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓને હવે દરરોજ કોરોનાવાઇરસનો ટેસ્ટ કરવામાં આવશે.

ઓસ્ટ્રેલિયામાં કાર્ય કરતા આંતરરાષ્ટ્રીય ક્રૂના કર્મચારીઓએ દર અઠવાડિયે અથવા ઉતરાણ વખતે કોરોનાવાઇરસનો ટેસ્ટ કરાવવો પડશે અને આગામી ફ્લાઇટ ન હોય ત્યાં સુધી ક્વોરન્ટાઇન થવું પડશે.

વિદેશમાં અટવાઇ ગયેલા લગભગ 38,000 લોકોએ ડીપાર્ટમેન્ટ ઓફ ફોરેન અફેર્સ એન્ડ ટ્રેડમાં પરત ફરવા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે.


Share
Published 9 January 2021 8:42pm
Updated 11 January 2021 11:10am
By Tom Stayner
Presented by Vatsal Patel


Share this with family and friends