SBS Gujarati Diwali Photograph Competition 2020 માં ભાગ લો અને જીતો આકર્ષક ઇનામ

SBS Gujarati લઇને આવ્યું છે Diwali Photograph Competition 2020. તમારા ઘરમાં દિવાળી નિમિત્તે કરેલી સજાવટ કે રંગોળીનો ફોટો, મિત્રો- પરિવારજનો સાથે ઉજવણીનો એક ફોટો અમને મોકલો અને જીતો આકર્ષક ઇનામ.

diwali

Source: unsplash

હિન્દુ ધર્મના સૌથી મોટા તહેવાર દિવાળીને હવે ગણતરીના દિવસો બાકી છે અને આ વર્ષે કોરોનાવાઇરસની મહામારીના સમયમાં પણ તેની ધામધૂમથી ઉજવણી કરવા હિન્દુ ભાઇઓ-બહેનો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે.

ઓસ્ટ્રેલિયામાં પણ દિવાળીના તહેવારની ઉજવણી પરંપરાગત રીતે ઉમંગ અને ઉલ્લાસથી થાય તે માટે તૈયારીઓ ચાલી રહી છે.

કોરોનાવાઇરસની વર્તમાન પરિસ્થિતીના કારણે દિવાળી ઉજવણીઓ મર્યાદિત છે ત્યારે ઓસ્ટ્રેલિયામાં વસતા લોકો પાસે તક છે, SBS Gujarati Diwali Photograph Competition 2020 માં ભાગ લઇને આકર્ષક ઇનામ જીતવાની.
Diwali Rangoli
Source: Public Domain

સ્પર્ધામાં ભાગ લેવા માટેના નિયમો અને સૂચના

SBS Gujarati Diwali Photograph Competition 2020 માં ભાગ લેવા માટે તમારે દિવાળી નિમિત્તે ઘરમાં કરેલી સજાવટ, રંગોળીનો ફોટો, મિત્રો કે પરિવારજનો સાથે ઉજવણી કરતો એક ફોટો, નામ, ઇમેલ એડ્રેસ અને ફોન નંબર સહિતની માહિતી SBS Gujarati ને પર મોકલવાની રહેશે.

સ્પર્ધા 11મી નવેમ્બર 2020 ના રોજ સવારે 6 વાગ્યાથી શરૂ થશે. સ્પર્ધામાં તમારી એન્ટ્રી મોકલવાનો અંતિમ સમય 17મી નવેમ્બર 2020 રાત્રિના 23:59 AEST સુધી રહેશે. 

સ્પર્ધાના 3 વિજેતાઓ SBS Digital Radio,  Ear Pods અને અન્ય મોમેન્ટો ધરાવતું SBS પ્રાઇઝ પેક જીતી શકે છે. 
SBS Gujarati Diwali Photograph Competition 2020 prizes
Source: SBS Gujarati
સ્પર્ધાના વિજેતાની પસંદગી ડ્રો દ્વારા કરવામાં આવશે અને વિજેતાને ઇમેલ દ્વારા જાણ કરાશે.

ભાગ લઇ રહેલા સ્પર્ધકોના ફોટો 11થી 17 નવેમ્બર દરમિયાન SBS Gujarati ના Facebook પેજ પર અપલોડ કરવામાં આવશે.

** ફોટો મોકલીને તમે SBSને આ ફોટો સોશિયલ મીડિયા સહિતના માધ્યમ પર વાપરવાની પરવાનગી આપી રહ્યા છો. તથા, ફોટોમાં ચિત્રિત હોય તેવા તમામ વયસ્ક સ્પર્ધક અને 18 વર્ષની ઓછી વયના બાળકોના માતા-પિતા આ અંગે સંમતિ આપી રહ્યા છે.


Share

Published

By SBS Gujarati
Source: SBS


Share this with family and friends