SBSના ગ્રાફિક્સ દ્વારા ઓસ્ટ્રેલિયામાં વસતા વિવિધ સમુદાયોની રસપ્રદ માહિતી મેળવો

શું તમે ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યો વિશે જાણવા માંગો છો? શું તમને ખબર છે કે ઓસ્ટ્રેલિયામાં તેઓ ક્યારે આવ્યા અને અત્યારે દેશના કયા વિસ્તારમાં સૌથી વધુ ગુજરાતી વસે છે? SBS Australian Census Explorer પરથી વિવિધ સમુદાયો વિશે તમામ પ્રકારની માહિતી મેળવી શકો છો.

Census explorer

Explore the 2021 Census results using the new online interactive tool Source: SBS

SBSએ ઓસ્ટ્રેલિયામાં તાજેતરમાં થયેલી વસ્તી ગણતરીના આંકડાનો સમાવેશ કરી વિવિધ સમુદાયોની રસપ્રદ માહિતી આપતું એક ટુલ બનાવ્યું છે. 

ટુલ તમને ઓસ્ટ્રેલિયાના વિવિધ સમુદાયોની કુલ વસ્તી, સરેરાશ ઉંમર, વિસ્તાર, આવક સહિતની માહિતી આપશે.

આ ઉપરાંત, અન્ય સમુદાય સાથે તેની સરખામણી પણ કરી શકાય છે.

ઓસ્ટ્રેલિયામાં વસતા ગુજરાતી સમુદાયના સભ્યો વિશે માહિતી...

ઓસ્ટ્રેલિયાના કયા વિસ્તારમાં સૌથી વધુ ગુજરાતી વસવાટ કરે છે.



ગુજરાતી સમુદાયના સભ્યોની સરેરાશ ઉંમર
વર્ષ 1900 બાદ ગુજરાતી સમુદાયના સભ્યોનું ઓસ્ટ્રેલિયા સ્થળાંતર (વર્ષ દીઠ)



ગુજરાતી સમુદાય કે અન્ય કોઇ પણ સમુદાય, ભાષા બોલતા લોકોની સંખ્યા, સરેરાશ ઉંમર, જન્મસ્થાન, ઓસ્ટ્રેલિયાની નાગરિકતા, ધર્મ, આવક, અભ્સાસ સહિતની અન્ય રસપ્રદ માહિતી માટે પર ક્લિક કરો.

વિવિધ માધ્યમો દ્વારા SBS Gujarati સાથે જોડાયેલા રહી શકો છો.


Share

Published

By SBS Gujarati
Source: SBS

Share this with family and friends