ઓસ્ટ્રેલિયામાં ઇન્ડોર - આઉટડોર સ્થળો પર યોજાયા ગરબા

કોરોનાવાઇરસના નિયંત્રણો હેઠળ ઓસ્ટ્રેલિયાના ક્વિન્સલેન્ડ રાજ્યના બ્રિસબેનમાં મર્યાદિત સંખ્યામાં લોકોને ભેગા થવાની પરવાનગી હોવાથી ડાન્સ સ્કૂલોએ આઉટડોર અને ઇન્ડોર સ્થળો પર ગરબા સાથે નવરાત્રીની ઉજવણી કરી.

Members of Gujarati community performing Garba

Members of Gujarati community performing Garba Source: Swina Kalwar

સમગ્ર ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં કોરોનાવાઇરસના પ્રતિબંધોને ધ્યાનમાં રાખીને સમૂહ ગરબાનું આયોજન કરવામાં આવ્યું નથી.

પરંતુ, ક્વિન્સલેન્ડ રાજ્યના બ્રિસબેન શહેરમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યા ઓછી હોવાથી હળવા નિયંત્રણો વચ્ચે સમૂહ ગરબા યોજવામાં આવ્યા હતા. જેમાં વિવિધ ડાન્સ સ્કૂલોએ ના વીડિયોમાં ભાગ લીધો હતો.
Garba performance in Australia
Source: Hetal Rajguru
છેલ્લા 5 વર્ષથી કાર્યરત બ્રિસબેન સ્થિત તુલજા ડાન્સ એકેડેમી તરફથી હેતલ રાજગુરુએ જણાવ્યું હતું કે શહેરમાં કોરોનાવાઇરસના પ્રતિબંધો હળવા થઇ ગયા હોવાના કારણે તેઓ હાલમાં સમૂહમાં ગરબાનું આયોજન કરી રહ્યા છે.

અત્યારે તેઓ એક ગ્રૂપમાં 20 વિદ્યાર્થીઓ માટે પ્રત્યક્ષ રીતે ગરબાનું આયોજન કરી રહ્યા છે. વર્ષ 2015માં 7 વિદ્યાર્થીઓ સાથે ડાન્સ એકેડેમીની શરૂઆત કરનારા હેતલ રાજગુરુએ જણાવ્યું હતું કે કોરોનાવાઇરસના કારણે ત્રણ મહિના માટે વર્ગો બંધ કરવા પડ્યા હતા પરંતુ હાલમાં 30 વિદ્યાર્થીઓ ડાન્સ ક્લાસમાં વિવિધ ગરબાની તાલીમ લઇ રહ્યા છે.
Members of Gujarati community in Brisbane performing on Achal Mehta's garba tunes.

હેતલે જણાવ્યું હતું કે તેમનું ગ્રૂપ વર્ષ 2020ના ઓસ્ટ્રેલિયાસ ગોટ ટેલેન્ટ શોમાં પણ પસંદ થયું હતું પરંતુ કોરોનાવાઇરસના કારણે તે રદ કરવામાં આવ્યો હતો.

તુલજા ડાન્સ એકેડેમી તરફથી રીના અગુસ્ટિન, પ્રિયલ ચૌહાણ, હેમાંગિની પટેલ, આયુષી શાહ, હેતવી ગૌરાંગ પટેલ, નિયા પંડ્યા, અંકિતા સિંધીવાલા, કનિકા, હેતલ રાજગુરુ અને શ્રીકાંત વ્યસાભટ્ટુએ ગરબા વર્કશોપમાં ભાગ લીધો હતો.
બીજી તરફ, લેટ્સ બોલીવૂડ ડાન્સ સ્કૂલના સ્થાપક સ્વીના કલવરે જણાવ્યું હતું કે કોરોનાવાઇરસના નિયંત્રણોને ધ્યાનમાં રાખીને તેમણે 17મી ઓક્ટોબરના રોજ તેમણે બ્રિસબેનમાં ગરબા વર્કશોપનું આયોજન કર્યું હતું. જેમાં 15 ગરબાપ્રેમી મહિલાઓએ ભાગ લીધો હતો.

છેલ્લા 5 વર્ષથી ડાન્સ ક્લાસનું આયોજન કરી રહેલા સ્વીનાએ જણાવ્યું હતું કે બ્રિસબેનમાં સમૂહમાં ભેગા થવાની સંખ્યા વધારવામાં આવી હોવાથી આગામી સમયમાં તેઓ વધુ ગરબા વર્કશોપનું આયોજન કરશે.

લેટ્સ બોલીવૂડ ડાન્સ એકેડેમી તરફથી પાયલ બેરાવાલા, બંસરી બ્રહ્મક્ષત્રિય, શિરીન અબ્દુલ અઝીઝ, કોમલ બૈરામાડગી, હેત્તલ ગાંધી, ઉપાસના બલસારા, પ્રાચી બાડવે, સુપ્રિયા શેટગે, ઉમા નાયર, ખુશનામ કરંજીયા, અનુ અત્રી, મુસ્કાન શર્મા અને સ્વીના કલવરે સમૂહમાં ગરબા કર્યા હતા.

Share

Published

Updated

By Nital Desai, Vatsal Patel

Share this with family and friends