કોરોનાવાઇરસ: ન્યૂ સાઉથ વેલ્સની શાળાઓ માટે મહત્વના નિર્ણયો લેવાયા

રાજ્યના શિક્ષણ વિભાગે શાળામાં વધી રહેલા સંક્રમણને ધ્યાનમાં રાખી ફેરફારો કર્યા, સિટી ઓફ સિડની કાઉન્સિલના વિસ્તારોને વાઇરસના હોટસ્પોટ તરીકે જાહેર કરાયા.

coronavirus

Source: AAP

કોરોનાવાઇરસના વધી રહેલા ફેલાવાને અટકાવવા માટે ન્યૂ સાઉથ વેલ્સ સરકારે રાજ્યની શાળાઓ પર કેટલાક પ્રતિબંધો અમલમાં મૂક્યા છે.

બીજી તરફ, સિટી ઓફ સિડની કાઉન્સિલના વિસ્તારો સિડની CBD અને સર્ક્યુલર ક્યુ (Circular Quay) તથા કેમ્પબેલટાઉન, કેન્ટરબરી બેન્ક્સટાઉન, કમ્બરલેન્ડ, ફેરફિલ્ડ, લીવરપુલ અને પેરામેટાને રાજ્યના આરોગ્ય વિભાગે કોરોનાવાઇરસના હોટસ્પોટ તરીકે જાહેર કર્યા છે.

છેલ્લા બે અઠવાડિયા દરમિયાન આ વિસ્તારોની મુલાકાત લેનારા લોકોને જો વાઇરસના લક્ષણો હોય તો તેમને ટેસ્ટ કરાવવા માટે સલાહ આપવામાં આવી છે.

આ ઉપરાંત, કોરોનાવાઇરસ ધરાવતી વ્યક્તિ 9મી ઓગસ્ટના રોજ ફ્લેમિંગ્ટન માર્કેટની મુલાકાતે ગઇ હોવાથી તેના સંપર્કમાં આવેલા લોકોને બે અઠવાડિયા આઇસોલેટ થઇને ટેસ્ટ કરાવવા માટે જણાવાયું છે.

શાળામાં કેસ વધતા રાજ્ય સરકારે મહત્વના નિર્ણયો લીધા

સિડનીની શાળાઓમાં કોરોનાવાઇરસના વધી રહેલા સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકારે કેટલાક નિર્ણયો લીધા છે.

જે અંતર્ગત ડાન્સ, ગીત, ગ્રેજ્યુએશન સેરેમની અને અન્ય કેટલાક સામાજિક કાર્યક્રમો યોજવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

બુધવારથી રાજ્યની તમામ પબ્લિક શાળાઓએ આ ફેરફાર અમલમાં મૂકવા પડશે. જે વિદ્યાર્થીમાં કોરોનાવાઇરસના લક્ષણો હશે તેણે વાઇરસનો ટેસ્ટ કરાવવો પડશે અને તે નેગેટિવ ન આવે ત્યાં સુધી તે શાળાએ પરત ફરી શકશે નહીં.

ત્રીજા સત્ર માટે લાગૂ કરાયેલા કેટલાક નિયમો

  • એકબીજાના સંપર્કમાં ન આવે તે માટે વિદ્યાર્થીઓએ તેમના ક્લાસ અને ગ્રૂપની મર્યાદામાં જ રહેવું.
  • શાળાએ તેમના સ્થાનિક વિસ્તાર કે ઝોનની બહાર મુસાફરી ન કરવી
  • આતંર શાળાકિય રમતો અને કાર્નિવલમાં 100 લોકોની મર્યાદા, આ તમામ કાર્યક્રમો સ્થાનિક વિસ્તારમાં જ કરવા જરૂરી
  • પ્રેક્ષકો, માતા–પિતાને શાળાના સમય દરમિયાન યોજાતી રમત સ્પર્ધામાં પ્રવેશબંધી
Facemask
Source: SBS
  • સમૂહમાં યોજાતા ગાયન કાર્યક્રમો રદ તથા સમૂહમાં સંગીતના ઉપકરણોનો ઉપયોગ પણ પ્રતિબંધિત
  • ડાન્સ તથા નાટક જેવી પ્રવૃત્તિઓને કોરોનાવાઇરસ સેફ્ટી પ્લાન સાથે મંજૂરી
  • સ્કૂલ ફોર્મલ્સ, ડાન્સ, ગ્રેજ્યુએશન, અને અન્ય સામાજિક કાર્યક્રમો પર પ્રતિબંધ
આ ઉપરાંત, શાળામાં માતા-પિતાની હાજરી વિના યર-12 માટે વિદાય સમારંભ યોજી શકાય છે અથવા કાર્યક્રમ વર્ષના અંત સુધી મુલતવી રાખી શકાશે. તથા, HSC ના વિદ્યાર્થીઓને જો માર્ગદર્શનની જરૂરિયાત હોય તો કોરોનાવાઇરસ સેફ્ટી પ્લાનને અમલમાં મૂકી જે-તે પ્રવૃત્તિ કરી શકાય છે.

Share

Published

By SBS Gujarati
Source: SBS


Share this with family and friends