Key Points
- ઓસ્ટ્રેલિયામાં રહેતા પાંચ વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ લોકો મફત કોવિડ રસી મેળવી શકશે.
- જે લોકો પાસે મેડિકેર કાર્ડ નથી તે લોકો પણ કમ્યુનિટિ ફાર્મસી, કોમનવેલ્થ અને સ્ટેટ રન ક્લિનિક્સમાંથી રસી પ્રાપ્ત કરી શકે
- રસી લેતા પહેલાં રહેવાસીઓએ તેમના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
સિડનીના રહેવાસી જય માંકડના માતા-પિતા આ મહિને ભારત પાછા જઈ રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ સ્થળાંતર કરનારાઓ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના માતાપિતા માટે સરહદો ફરીથી ખોલી પછી તરત જ તેઓએ મુલાકાત લીધી હતી.
હવે જ્યારે તેઓ આવતા મહિને ઘરે જવાની તૈયારી કરી રહ્યા હતા છે , ત્યારે જય માંકડે વિચાર્યું કે ભારતમાં શિયાળાની શરૂઆત પહેલા તેમના માતા-પિતાને બીજા બૂસ્ટર ડોઝ સાથે રસી અપાવવી એ સમજદારીભર્યું રહેશે.
તેમના માતા-પિતાએ તેમનો પહેલો બૂસ્ટર ડોઝ ભારતમાં લીધો હતો, પરંતુ બીજો બૂસ્ટર ડોઝ ભારતમાં ઉપલબ્ધ નથી.
જય કહે છે કે મારા માતાપિતાની ઉંમરને કારણે તેઓને કોરોનાવાયરસનો ચેપ લાગવાનું જોખમ વધારે છે.
તેમના માતાપિતા ઑસ્ટ્રેલિયામાં બીજા બૂસ્ટર માટે પાત્ર છે, પરંતુ તેમની પાસે ઑસ્ટ્રેલિયન નાગરિકો અને કાયમી રહેવાસીઓની જેમ મેડિકેર નથી.
ઓસ્ટ્રેલિયામાં મેડિકેર વિનાના લોકો કોવિડ-19 રસી અથવા બૂસ્ટર કેવી રીતે મેળવી શકે છે?
પાંચ કે તેથી વધુ વયની કોઈપણ વ્યક્તિ ઓસ્ટ્રેલિયામાં મફત COVID રસી મેળવી શકે છે.
આમાં મેડિકેર વગરના લોકો, વિદેશી મુલાકાતીઓ, આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ, સ્થળાંતર કામદારો અને આશ્રય મેળવનારાઓનો સમાવેશ થાય છે.
જો કે, આ વ્યક્તિઓ માટે રસીકરણ ક્લિનિક શોધવું થોડું પડકારજનક હોઈ શકે છે.
જય માંકડ કહે છે કે તેમને ઘણા જીપી અને ફાર્મસીઓએ ના પાડી હતી એટલે અલગ અલગ સ્થળોને ફોન કરી પ્રયત્ન કરતા રહેવું પડ્યું.
માંકડ વધુમાં ઉમેરે છે કે, અમને ત્યારે ખબર ન હતી કે ક્યાં જવું જોઇએ.

Rachana Oza says there is conflicting information for overseas parents wanting to vaccinate in Australia. Credit: Rachana Oza
રચના કહે છે કે કેટલાકને તેમના જીપીએ ના પાડી હતી જ્યારે અમારા જીપીએ રસી આપવાની તૈયારી બતાવી.
"મને લાગે છે કે કેવી રીતે સલાહ આપવામાં આવે છે અને ઉપલબ્ધ કરાવવામાં આવે છે તેમાં ઘણી વિસંગતતા છે."રચના જણાવે છે.
આરોગ્ય અને એજકેર વિભાગે SBSને જણાવ્યું હતું કે મેડિકેર વિનાના લોકો રસીકરણ વિતરણ કાર્યક્રમમાં જોડેલી તેમની સ્થાનિક ફાર્મસીમાંથી રસી મેળવી શકે છે.
કોમનવેલ્થ રસીકરણ ક્લિનિક્સ અને રાજ્ય અથવા પ્રદેશ સંચાલિત રસીકરણ ક્લિનિક્સ દ્વારા પણ રસી ઉપલબ્ધ છે.
ઓસ્ટ્રેલિયામાં અનેક સ્થળો પર મફત રસીકરણ મેળવી શકો છો. તમને શ્રેષ્ઠ સ્થાન શોધવામાં મદદ કરશે. દરેક રાજ્ય અને પ્રદેશના આરોગ્ય વિભાગની વેબસાઇટ પર સ્થાનિક રીતે રસી મેળવવા વિશે વધુ માહિતી છે.
શું તમે બે રસીને ભેગી કરી શકો?
જય માંકડ કહે છે કે તેમને તેમના મિત્રો અને પરિવારની સલાહ પર આધાર રાખવો પડયો હતો કારણ કે તેમને રસીઓ અંગે કોઇ "ચોક્કસ માર્ગદર્શિકા" મળી ન હતી. તેમના વાલીએ ભારતમાં પણ રસી લીધી હતી અને અહીં પણ લે તો બે અલગ અલગ રસી લઇ શકાય કે નહીં તેમને તેનો અનુભવ ન હતો.
ઓસ્ટ્રેલિયન નેશનલ યુનિવર્સિટીના ચેપી રોગના નિષ્ણાત એસોસિયેટ પ્રોફેસર સંજય સેનાનાયકે કહે છે કે વિવિધ રસીઓને સંયોજિત કરવા માટે ઘણા પરીક્ષણો કરવામાં આવ્યા છે અને સામાન્ય તારણો એ છે કે "તે કરવું સલામત છે".
પ્રોફેસર સેનાનાયકે કહે છે, "બે અલગ રસીનો ઉપયોગ કરતી વખતે મજબૂત રોગપ્રતિકારક પ્રતિભાવ વિકસે છે પરંતુ સાથે રસી લીધા પછી થોડા તીવ્ર લક્ષણો પણ જોવા મળી શકે છે."
તેઓ સમજાવે છ કે જ્યારે કોવિડની વાત આવે છે ત્યારે વિવિધ સંયોજનોમાં રસીનો ઉપયોગ કરવામાં ખરેખર કોઈ સમસ્યા નથી.
જો કે, ઓસ્ટ્રેલિયન સરકાર રહેવાસીઓને અલગ રસી લેતા પહેલા તેમના ડૉક્ટર અને આરોગ્ય સેવા પ્રદાતાઓની સલાહ લેવા સૂચવે છે.
શું મુલાકાતીઓએ ઓસ્ટ્રેલિયામાં તેમનો બૂસ્ટર ડોઝ લેવો જોઈએ?
પ્રોફેસર સેનાનાયકે કહે છે કે મુલાકાતીઓએ જો તેઓ લાયક હોય તો બૂસ્ટર ડોઝ મેળવવાનું વિચારવું જોઈએ.
તેઓ કહે છે કે COVID ના લીધે થોડું ચેતીને રહેવાની જરૂર છે, તમે ઓસ્ટ્રેલિયાની મુલાકાત લેતા હોવ અથવા અહીં રહેતા હોવ તેનાથી કોઈ ફરક પડતો નથી પણ તમારી રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય તો કોવિડ ચેપ લાગવાની શકયતા છે.
તેઓ ઉમેરે છે કે આપણે તક પૂરી પાડવી જોઈએ કારણ કે તેનાથી બધાને ફાયદો થશે.
રચના ઓઝા કહે છે કે તેમના માતાપિતાને બૂસ્ટર ડોઝ ઉપલબ્ધ કરાવવા બદલ ઓસ્ટ્રેલિયન સરકારના તેઓ આભારી છે.
તેઓ કહે છે કે જ્યારે સ્થળાંતર કરનારાઓના વૃદ્ધ માતાપિતા નોંધપાત્ર સમયગાળા માટે તેમની મુલાકાત લે છે ત્યારે સ્વાસ્થ્યના પ્રશ્નો સતત ચિંતાનો વિષય હોય છે.
SBS is committed to providing all COVID-19 updates to Australia’s multicultural and multilingual communities. Stay safe and stay informed by visiting regularly the