સોમવાર 4થી જાન્યુઆરીથી, ગ્રેટર સિડનીના રહેવાસીઓ જો માસ્ક નહીં પહેરે તો તેમને 200 ડોલરનો દંડ થશે. 12 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને આ નિયમમાં છૂટ આપવામાં આવી છે. પરંતુ, શક્ય હોય તેવા સ્થળો પર માસ્ક પહેરવા માટે ન્યૂ સાઉથ વેલ્સનો આરોગ્ય વિભાગ તમામ લોકોને પ્રોત્સાહિત કરી રહ્યો છે.
હોસ્પિટાલિટી તથા કેસિનોમાં કાર્ય કરતા કર્મચારીઓએ માસ્ક પહેરવું ફરજિયાત છે.
નીચેના સ્થળો પર માસ્ક પહેરવું ફરજિયાત રહેશે
- સુપરમાર્કેટ્સ
- શોપિંગ સેન્ટર્સ
- બેન્ક
- પોસ્ટ ઓફિસ
- નેઇલ સલૂન
- બ્યૂટી સલૂન
- ટ્રેનિંગ સલૂન
- વેક્સિંગ સલૂન
- સ્પા
- ટેટૂ પાર્લર
- મસાજ પાર્લર
- ગેમિંગ અને બેટિંગ એજન્સી
- મનોરંજનના સ્થળો
- જાહેર વાહનવ્યવહાર માટેના સ્ટેશન પર
ધાર્મિક સ્થળો, લગ્નો તથા અંતિમ સંસ્કારમાં 100 લોકો ભેગા થઇ શકશે અને દર ચાર સ્ક્વેયર મીટર પર એક વ્યક્તિનો નિયમ અમલમાં રહેશે.
નાઇટ ક્લબ્સ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જીમ ક્લાસિસમાં પણ લોકોની સંખ્યા 50થી ઘટાડીને 30 કરવામાં આવી છે.
આઉટડોર કાર્યક્રમો તથા વિરોધ પ્રદર્શનોમાં મહત્તમ 500 લોકો ભાગ લઇ શકશે. સીટ, ટિકીટ તથા બંધ આઉટડોર ધરાવતા મેળાવડામાં મહત્તમ 2000 લોકોને પરવાનગી.
તમારા રાજ્ય અને ટેરીટરી વિશેની તાજી માહિતી અહીંથી મેળવો.
- ન્યૂ સાઉથ વેલ્સ
- વિક્ટોરીયા
- ક્વિન્સલેન્ડ
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા
- સાઉથ ઓસ્ટ્રેલિયા
- નોધર્ન ટેરીટરી
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
- તાસ્મેનિયા
ઓસ્ટ્રેલિયામાં લોકોએ એકબીજાથી ઓછામાં ઓછું 1.5 મીટરનું અંતર જાળવવું જોઇએ. તમારા રાજ્યો અને ટેરીટરીની મેળાવડાની મર્યાદા અગે જાણો. જો તમને એમ લાગે કે તમને શરદી અને તાવના લક્ષણો છે તો, ઘરે જ રહો અને ડોક્ટરને ફોન કરો, અથવા નેશનલ કોરોનાવાઇરસ હેલ્થ ઇન્ફર્મેશન હોટલાઇનનો 180002080 પર સંપર્ક કરો. સમાચાર અને માહિતી પર 63 ભાષામાં ઉપલબ્ધ છે.