છેલ્લા 2 વર્ષમાં કોરોનાવાઇરસના કારણે મોટાભાગના જાહેર મેળાવડા બંધ હતા પરંતુ હવે ઓસ્ટ્રેલિયા મહામારી અગાઉની સ્થિતિમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે વિવિધ ધાર્મિક કાર્યક્રમોના આયોજનને પરવાનગી મળી છે. અને, હજારો લોકો તેમાં હવે હાજરી આપી રહ્યા છે.
તાજેતરમાં, ઓસ્ટ્રેલિયાના સિડની શહેરના પ્રખ્યાત સિડની ઓપેરા હાઉસ ખાતે BAPS સ્વામિનારાયણ સંસ્થા તરફથી એક કલ્ચરલ પરેડ તથા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં શહેરમાંથી હજારો લોકોએ હાજરી આપી હતી.
સંસ્થા તરફથી નિવેદન આપતા પ્રફુલભાઇ જેઠવાએ જણાવ્યું હતું કે, સિડની હાર્બરના કિનારે યોજવામાં આવેલો આ કાર્યક્રમ હિન્દુ સંસ્થા દ્વારા યોજાનારો પ્રથમ કાર્યક્રમ બન્યો છે.
કાર્યક્રમમાં બાળકો, યુવાનો, વડીલો સહિત તમામ વયજૂથના લોકોએ હાજરી આપી હતી.

Source: Supplied by: BAPS Australia
સ્વામિનારાયણ સંપ્રદાયના પાંચમાં ધર્મગુરુ શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જન્મશતાબ્દી નિમિત્તે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમની શરૂઆત સર્ક્યુલર કી સ્ટેશનથી ઓપેરા હાઉસ સુધી પરેડ દ્વારા કરવામાં આવી હતી. ત્યાર બાદ 2 કલાક સભા યોજાઇ હતી અને આતશબાજીનું આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં વિવિધ ક્ષેત્રની જાણિતી હસ્તીઓએ પણ હાજરી આપી હતી. જેમાં કોન્સુલ જનરલ ઓફ ઇન્ડિયા, સિડની – મનીષ ગુપ્તા, ન્યૂ સાઉથ વેલ્સ વિરોધ પક્ષના નેતા ક્રિસ મિન્સ, શેડો મિનિસ્ટર ફોર સ્પોર્ટ્સ એન્ડ યુથ - જુલિયા ફિન, શેડો ટ્રેઝરર - ડેનિયલ મૂખી, પેરામેટા કાઉન્સિલ લોર્ડ મેયર – ડોના ડેવિસ, કાઉન્સિલર - સમીર પાંડે, કુરીંગઇ કાઉન્સિલના ડેપ્યુટી મેયર - કાઉન્સિલર બાર્બરા વોર્ડે હાજરી આપી હતી.
ન્યૂ સાઉથ વેલ્સના વિરોધ પક્ષના નેતા ક્રિસ મિન્સે ફેસબુજ પેજ પર સિડની ઓપેરા હાઉસ ખાતે શ્રી પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિની ઉજવણીમાં હજારો લોકો સાથે જોડાવા વિશે આનંદ વ્યક્ત કર્યો હતો.
મિનિસ્ટર ફોર કરેક્શન્સ જ્યોફ લીએ કાર્યક્રમમાં હાજરી આપી હતી અને તેમણે જણાવ્યું હતું કે શ્રી પ્રમુખ સ્વામી મહારાજની 100મી જન્મજયંતિના ઉપક્રમે યોજાયેલા કાર્યક્રમમાં હાજરી આપવાનો આનંદ છે.

Source: Supplied by: BAPS Australia

Source: Supplied by: BAPS Australia

Source: Chris Minns/Facebook

Source: Geoff Lee/Facebook