COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સ - વિક્ટોરીયામાં માસ્ક પહેરવાના નિયમોમાં ફેરફાર

25મી ફેબ્રુઆરી 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

Victorian testing commander Jeroen Weimar

Victorian testing commander Jeroen Weimar Source: AAP

  • વિક્ટોરીયાના કોવિડ કમાન્ડર જેરોમ વેઇમરે જણાવ્યું છે કે રાજ્યના રહેવાસીઓએ ઘરમાં જ રસીકરણની સેવા મેળવવી હોય તો તેમણે તેમના જીપી અથવા સ્થાનિક આરોગ્ય ટીમનો સંપર્ક કરવો જરૂરી છે.
  • દેશના પૂર્વીય તટના રાજ્યોમાં ઇન્ડોરમાં માસ્ક પહેરવાનો નિયમ હટાવવામાં આવી રહ્યો છે જ્યારે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં માસ્ક પહેરવાનો નિયમ લંબાવવામાં આવ્યો છે.
  • કોવિડ દંડ ન ભરી શકે તેવી પરિસ્થિતિ ધરાવતા લોકોનો દંડ માફ કરવાની માંગ વધી છે.
  • આજથી ન્યૂ સાઉથ વેલ્સમાં, મોટાભાગના ઇન્ડોર સ્થળે માસ્ક પહેરવું ફરજિયાત નથી. પરંતુ પબ્લિક ટ્રાન્સપોર્ટ, હોસ્પિટલ તથા એજ કેર સુવિધામાં માસ્ક પહેરવું જરૂરી છે. 
  • જેલની મુલાકાત દરમિયાન તથા 1000થી વધુ લોકો ભેગા થઇ શકે તેવા ઇન્ડોર મ્યુઝીક કાર્યક્રમમાં પણ માસ્ક પહેરવું જરૂરી છે.
  • વિક્ટોરીયામાં પ્રાથમિક શાળામાં યર 3થી મોટા વર્ગોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરવું જરૂરી છે. તથા અર્લી ચાઇલ્ડહૂડ સેન્ટર તથા પ્રાથમિક શાળામાં કાર્ય કરતા કર્મચારીઓએ પણ માસ્ક પહેરવું પડશે.
  • પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રસીના 2 ડોઝ ન મેળવ્યા હોવાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું આરોગ્ય મંત્રી માર્ટિન ફોલીએ જણાવ્યું હતું.
  • સાઉથ ઓસ્ટ્રેલિયામાં, ખાનગી કાર્યક્રમોમાં ડાન્સિંગ તથા ગાયનને પરવાનગી, આઉટડોર સ્થળે રમતસ્પર્ધામાં મોટી સંખ્યામાં લોકો ભેગા થઇ શકશે.

ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં 1144 દર્દીઓ હોસ્પિટલમાં છે જ્યારે 64 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં 6 મૃત્યુ તથા 7583 કેસ નોંધાયા હતા.

વિક્ટોરીયામાં 11 મૃત્યુ તથા 6580 કોવિડ ચેપ નોંધાયા છે.

ક્વિન્સલેન્ડમાં, 5440 નવા કેસ તથા 7 દર્દીઓના મૃત્યુ થયા છે. 350 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.

તાસ્મેનિયામાં નવા 851 કેસ નોંધાયા છે. તથા 1 દર્દીનું મૃત્યુ થયું છે.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં નવા 773 કેસ નોંધાયા છે. 




કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી


રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો


ઓસ્ટ્રેલિયા માટે માહિતી મેળવો. 

નાણાકિય સહાયતા વિશે જાણકારી અહીંથી મેળવો, 

તમારી ભાષામાં માહિતી મેળવો. 



 પર તમારી ભાષામાં જ માહિતી મેળવો.


Share
Published 25 February 2022 2:32pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends