ઓસ્ટ્રેલિયામાં 10મી મે, મંગળવારના રોજ 43 દર્દીઓના કોવિડ-19થી મૃત્યુ થયા હતા. જેમાં 18 મૃત્યુ વિક્ટોરીયામાં, 17 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19 12,390 કેસ નોંધાયા છે. જે મહામારી શરૂ થઇ ત્યારથી સૌથી વધુ કેસ છે. રાજ્યમાં 6 મૃત્યુ પણ નોંધાયા હતા.
4 એપ્રિલ બાદ વિક્ટોરીયામાં એક જ દિવસમાં સૌથી વધારે કેસ નોંધાયા છે. રાજ્યમાં 12,722 ચેપનું નિદાન થયું હતું.
દેશના વિવિધ રાજ્યોમાં કોવિડ-19ના આંકડા, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ વિશેની .
થેરાપ્યુટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશન, ફાઇઝર તથા મોર્ડેનાના કારણે યુવાનોમાં માયોકાર્ડિટીસ તથા પેરીકાર્ડિટીસ વિશે તપાસ કરી રહ્યું છે.
ઓસ્ટ્રેલિયન ટેક્નિકલ એડ્વાઇઝરી ગ્રૂપ ઓન ઇમ્યુનિઇઝેશન શિયાળામાં ચોથા ડોઝ આપવા વિશે વિચારણા કરી રહ્યું છે.
હાલમાં 65 કે તેથી વધુ ઉંમરના લોકો, એજ કેર કે ડિસેબિલિટી કેર સુવિધામાં રહેતા લોકો, આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતા 16 કે તેથી મોટી ઉંમરના લોકો તથા 50થી વધુ ઉંમર ધરાવતા એબોરિજીનલ અને ટોરેસ સ્ટ્રેટ આઇલેન્ડ લોકો માટે ચોથા ડોઝની ભલામણ કરવામાં આવી છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો