- આજથી વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં ઘરદીઠ 15 જેટલી રેપીડ એન્ટીજન ટેસ્ટ કિટ મેળવી શકાશે.
- અગાઉ દરેક ઘરને 5 રેપીડ એન્ટીજન ટેસ્ટ કિટ આપવામાં આવી હતી. હવે, રાજ્ય સરકારે અગાઉ રજીસ્ટ્રેશન કરાવનારા લોકોને વધુ 10 કિટ આપવાનો નિર્ણય લીધો છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના આરોગ્ય મંત્રી એમ્બર-જેડ સેન્ડરસને 24 બેડની ક્ષમતા ધરાવતા ઇન્ટેન્સિવ કેર યુનિટને ખુલ્લુ મૂક્યું હતું. આ યુનિટ રોયલ પર્થ હોસ્પિટલમાં શરૂ કરવામાં આવ્યું છે. બુધવાર 16મી માર્ચથી દર્દીઓ તેમાં ભરતી થઇ શકશે.
- મંત્રી સેન્ડરસને જણાવ્યું હતું કે, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં કોવિડના કેસની સંખ્યા વધી છે જેના કારણે વધુ એક યુનિટ શરૂ કરવામાં આવ્યું છે. રાજ્યમાં હાલમાં આઇસીયુની ક્ષમતા 145 સુધી પહોંચી છે.
- ક્વિન્સલેન્ડના આરોગ્ય મંત્રી યુવેટ ડી એથે જણાવ્યું છે કે તેમને કોવિડ-19નું નિદાન થયું છે.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોવિડ- રેડી કમિટી રાજ્યમાં માસ્ક પહેરવા તથા નજીકના સંપર્કમાં આવેલા લોકોના આઇસોલેશન સહિતના નિયમોમાં ફેરફાર કરવા માટે મિટીંગ યોજશે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 6 દર્દીઓના મૃત્યુ તથા નવા 10,689 કેસ નોંધાયા છે.
વિક્ટોરીયામાં 4 દર્દીઓના મૃત્યુ તથા કોવિડ-19ના નવા 7460 કેસ નોંધાયા છે.
તાસ્મેનિયામાં 1376 કોવિડ ચેપનું નિદાન થયું છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 1 મૃત્યુ તથા 786 નવા ચેપ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં 5589 નવા કેસ તથા 10 દર્દીઓના કોવિડ-19થી મૃત્યુ થયા છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો