ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 32 મૃત્યુ નોંધાયા છે, જેમાંથી 13 મૃત્યુ વિક્ટોરીયામાં, 10 ન્યૂ સાઉથ વેલ્સમાં, 9 ક્વિન્સલેન્ડમાં નોંધાયા હતા. વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાના દરરોજના મૃત્યુના આંકડામાં અગાઉ નોંધાયેલા 10 મૃત્યુનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના કારણે હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે. હાલમાં 1743 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 4 એપ્રિલના રોજ 1418 દર્દીઓ હોસ્પિટલમાં દાખલ હતા.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા તથા મૃત્યુ વિશે માહિતી મેળવો.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા તથા નોધર્ન ટેરીટરી, ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા, ક્વિન્સલેન્ડ અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની જેમ ક્લોન્ઝ કોન્ટેક્ટના આઇસોલેશન સાથે સંકળાયેલા નિયમો હળવા કરવા જઇ રહ્યા છે. સાઉથ ઓસ્ટ્રેલિયા પણ આ અંગે આગામી અઠવાડિયે નિર્ણય લે તેવી શક્યતા છે.
29મી એપ્રિલ શુક્રવારે બપોરે 12.01 વાગ્યાથી, વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં લક્ષણો ન ધરાવતા ક્લોઝ કોન્ટેક્ટને આઇસોલેટ થવાની જરૂર રહેશે નહીં. જોકે તેમણે વધુ કડક નિયમોનું પાલન કરવું પડશે.
લક્ષણો ન હોય તેવા ક્લોઝ કોન્ટેક્ટ લોકોએ દરરોજ રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવો પડશે. તથા, ઘર બહાર માસ્ક પહેરવું પડશે. આ ઉપરાંત, વધુ જોખમ ધરાવતા સ્થળોની મુલાકાત ટાળવી પડશે. જો શક્ય હોય તો વર્ક ફ્રોમ હોમ કરવાની સલાહ આપવામાં આવી છે.
લક્ષણો હોય તેવા ક્લોઝ કોન્ટેક્ટે લક્ષણો સમાપ્ત ન થાય ત્યાં સુધી આઇસોલેટ થઇને ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયાએ ફેસ માસ્ક (જોકે, હોસ્પિટલ, રેસીડેન્સિયલ એજ કેર જેવા સ્થળે માસ્ક પહેરવું પડશે) બે સ્ક્વેર મીટરનો નિયમ તથા રસીનું પ્રમાણપત્રની જરૂરીયાતને પણ હટાવી દીધી છે.
કાર્યસ્થળે ફરજિયાત રસીકરણની જરૂરીયાતનો નિયમ લાગૂ રહેશે.
29મી એપ્રિલથી આંતરરાજ્ય મુસાફરો માટે G2G Pass તથા રસીકરણની જરૂરીયાતનો નિયમ પણ નાબૂદ થઇ રહ્યો છે. જોકે, રસી નહીં મેળવનારા આંતરરાષ્ટ્રીય મુસાફરોએ 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન થવાની જરૂર રહેશે.
નોધર્ન ટેરીટરીમાં આજે 12.01 વાગ્યાથી થઇ રહેલા ફેરફાર
લક્ષણો ન ધરાવતા ક્લોઝ કોન્ટેક્ટે જો રસીના 3 ડોઝ લીધા હશે તો આઇસોલેટ થવાની જરૂર રહેશે નહીં. જોકે, તેમણે સંપર્કમાં આવ્યાના પ્રથમ 3 દિવસે તથા 6ઠ્ઠા દિવસે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવો જરૂરી છે.
તેમણે 7 દિવસ સુધી બહારના સ્થળોએ માસ્ક પહેરવું જરૂરી રહેશે અને જોખમી સ્થળોની મુલાકાત લઇ શકશે નહીં. તેમણે તેમના નોકરીદાતા અથવા શાળાને તે વિશે જાણ કરવી પડશે. રસી નહીં મેળવેલા અથવા સંપૂર્ણ રસીકરણ ન થયું હોય તેવા લોકોએ 7 દિવસ સુધી આઇસોલેટ થવું પડશે.
લક્ષણ ધરાવતા ક્લોઝ કોન્ટેક્ટે તાત્કાલિક આઇસોલેટ થઇ ટેસ્ટ કરાવવો જરૂરી રહેશે અને નેગટીવ પરિણામ ન આવે ત્યાં સુધી આઇસોલેટ થવું પડશે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો