- વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસને રેપીડ એન્ટીજન ટેસ્ટમાં કોવિડ-19 નિદાન થયું છે. તેમણે જણાવ્યું હતું કે, તેમને ગળામાં દુખાવો તથા તાવ સાથે મધ્યમ તીવ્રતાના લક્ષણો જણાયા હતા. તેઓ આગામી 7 દિવસ સુધી આઇસોલેટ થશે.
- વિક્ટોરીયામાં કોવિડ-19ના નવા 8739 કેસ નોંધાયા છે. રવિવારે 7466 ચેપ નોંધાયા હતા.
- ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ ચેપની સંખ્યામાં ઘટાડો થયો છે. રવિવારે 17,450 કેસ નોંધાયા હતા જ્યારે સોમવારે કોવિડ ચેપની સંખ્યા 16,199 થઇ હતી. ગયા અઠવાડિયે ગુરુવાર, શુક્રવાર, શનિવારે અનુક્રમે 24,803, 23,702, તથા 19,843 કેસ નોંધાયા હતા.
- 31 માર્ચે નર્સ તથા મિડવાઇવ્સે 24 કલાક રાજ્યવ્યાપી હડતાલનું આયોજન કર્યું છે. તેઓ વેતનમાં વધારાની માંગ કરી રહ્યા છે. છેલ્લા 6 અઠવાડિયામાં આ તેમની બીજી હડતાલ છે.
- તાસ્મેનિયાના આરોગ્ય વિભાગે 540 લોકોને તેઓ ક્લોઝ કોન્ટેક્ટમાં આવ્યા હોવાની ખોટી જાણકારી આપ્યા બાદ માંફી માંગી હતી.
- કેન્દ્રીય અને ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીની સરકાર ટેરેટરી પેન્ડેમિક રીકવરી અંતર્ગત મેન્ટલ હેલ્થ તથા આત્મહત્યા રોકવાની યોજનાઓ માટે 38 મિલિયન ડોલર ફાળવશે.
- ઓસ્ટ્રેલિયન સરકારે લાયક લોકો રસીનો બૂસ્ટર ડોઝ મેળવે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા 'Boost' નામથી કેમ્પેઇન અમલમાં મૂક્યું છે.
- ચીન શાંઘાઇમાં કોવિડના ચેપની સંખ્યા ઘટાડવા માટે આગામી 9 દિવસમાં બે તબક્કામાં લોકડાઉન લાગૂ કરશે.
ઓસ્ટ્રેલિયન રાજ્યોમાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 3 મૃત્યુ સાથે 16,199 કોવિડ ચેપ નોંધાયા છે.
વિક્ટોરીયામાં 8739 નવા ચેપનું નિદાન થયું છે.
તાસ્મેનિયામાં 1726 કોવિડ ચેપ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં 7816 નવા ચેપ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 701 નવા કેનું નિદાન થયું છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો