- વિક્ટોરીયામાં આજથી લોકડાઉનનો પ્રારંભ થયો છે, પાંચ દિવસનું લોકડાઉન 20મી જુલાઇના રોજ સમાપ્ત થશે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્રવારે કોવિડ-19ના સ્થાનિક 97 કેસ નોંધાયા.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં રાજ્યવ્યાપી લોકડાઉનના પ્રથમ દિવસે કોવિડ-19ના નવા 6 કેસ નોંધાયા હતા. રાજ્યના આરોગ્ય વિભાગે શુક્રવાર સવાર સુધીના છેલ્લા 24 કલાકમાં 10 કેસ નોંધાયા છે. જેમાંથી 4 કેસ અગાઉ જ નોંધવામાં આવ્યા હતા. તમામ નોંધાયેલા ચેપ અગાઉના સંક્રમિતો સાથે સંકળાયેલા છે. રાજ્યમાં હાલમાં કુલ સક્રિય કેસની સંખ્યા 36 છે.
નક્શા દ્વારા અહીંથી મેળવો. વિક્ટોરીયામાં પાંચમું લોકડાઉન 20મી જુલાઇ રાત્રે 11.59 વાગ્યે સમાપ્ત થશે.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના 97 સ્થાનિક ચેપ નોંધાયા છે. જેમાંથી 29 વ્યક્તિઓએ સંક્રમણ સાથે સમુદાયમાં અવર-જવર કરી હતી. 75 કેસ હાલમાં હોસ્પિટલમાં દાખલ છે. જેમાંથી 18 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં, તથા 5 વેન્ટીલેટર્સ પર છે.
નક્શા દ્વારા અહીંથી મેળવો. વર્તમાન લોકડાઉન 30મી જુલાઇ રાત્રે 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 24 કલાકની વિગતો
- ક્વિન્સલેન્ડે વિક્ટોરીયા સાથેની સરહદો શનિવાર 17મી જુલાઇથી બંધ કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યમાં શુક્રવારે એક સ્થાનિક ચેપ નોંધાયો હતો.
- વડાપ્રધાન સ્કોટ મોરિસને કોમનવેલ્થ દ્વારા કોવિડ-19ના હોટસ્પોટ વિસ્તારો જો સાત કે તેથી વધુ દિવસો માટે લોકડાઉન હેઠળ આવશે તો તે વિસ્તારો માટે નવું સહાય પેકેજ અમલમાં મૂકવા અંગે પ્રસ્તાવ રજૂ કર્યો છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી