- ક્વિન્સલેન્ડમાં શુક્રવાર 4થી માર્ચ સાંજે 6 વાગ્યાથી મોટાભાગના સ્થળોએ ફેસમાસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં. હોસ્પિટલ, રેસીડેન્સિયલ એજ કેર, ડિસેબિલીટી રહેઠાણ, જેલ, એરપોર્ટ્સ તથા પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ફ્લાઇટમાં માસ્ક પહેરવું જરૂરી રહેશે.
- 4થી માર્ચથી ક્વિન્સલેન્ડમાં ક્ષમતાનો નિયમ ઉઠાવી લેવામાં આવશે.
- માર્ચ મહિનાથી ક્વિન્સલેન્ડ સરકાર દ્વારા દરરોજ યોજાતી પ્રેસ કોન્ફરન્સ રદ થશે.
- વિક્ટોરીાયમાં શુક્રવાર 25મી ફેબ્રુઆરી રાત્રે 11.59 વાગ્યાથી ઘરેથી જ કાર્ય તથા અભ્યાસ કરવાની ભલામણ ઉઠાવી લેવામાં આવશે. તથા મોટાભાગના સ્થળોએ ફેસમાસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં.
- પબ્લિક ટ્રાન્સપોર્ટ, ટેક્સી, રાઇડશેર, ફ્લાઇ્ટસ, એરપોર્ટ્સ, હોસ્પિટલ તથા સારસંભાળ ગૃહોમાં માસ્ક પહેરવું જરૂરી રહેશે.
- વિક્ટોરીયાની શાળાઓમાં માધ્યમિક સ્તરે માસ્ક પહેરવું મરજિયાત રહેશે. યર 3 તથા અર્લી ચાઇલ્ડહૂડ સેન્ટર્સ તથા પ્રાથમિક શાળામાં ફેસમાસ્ક પહેરવું જરૂરી રહેશે. 5થી 11 વર્ષના બાળકોમાં રસીકરણના નીચા પ્રમાણને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.
- હોસ્પિટાલિટી તથા રીટેલ સ્થળોએ તથા કોર્ટમાં કાર્ય કરતા કર્મચારીઓએ ફેસમાસ્ક પહેરવું જરૂરી રહેશે.
- આગામી અઠવાડિયાથી વિક્ટોરીયાની હોસ્પિટલમાં સર્જરી શરૂ થશે.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે ઓમીક્રોનના સૌથી ઉંચા સ્તરથી કોવિડ-19ના કેસની સંખ્યા 90 ટકા જેટલી ઘટી છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1293 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 71 ઇન્ટેન્સિવ કેરમાં સારવાર હેઠળ છે. રાજ્યમાં 14 મૃત્યુ તથા 8752 નવા કોવિડ ચેપ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં 345 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, 14 દર્દીઓના મૃત્યુ તથા 6786 નવા ચેપ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં 5583 નવા કોવિડ કેસ તથા 5 દર્દીઓના મૃત્યુ થયા છે.
તાસ્મેનિયામાં 820 નવા કોવિડ કેસ નોંધાયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 583 નવા કોવિડ કેસ નોંધાયા છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો