- 16 અને 17 વર્ષની વયજૂથના લોકો હવે કોવિડ-19 પ્રતિરોધક રસીનો બૂસ્ટર ડોઝ મેળવી શકશે. દેશભરમાં અત્યાર સુધીમાં 8.4 મિલિયન બૂસ્ટર ડોઝ આપવામાં આવ્યા.
- કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે, ઓસ્ટ્રેલિયાની રસીકરણ માટેની સંસ્થા ATAGI સંપૂર્ણ રસીકરણની વ્યાખ્યામાં બૂસ્ટર ડોઝનો સમાવેશ કરી શકે છે.
- વિરોધ પક્ષના નેતા એન્થની એલ્બાનિસીએ એજ કેર સર્વિસ મંત્રી રીચાર્ડ કોલબેકને કોવિડ-19 સંક્રમણનો સામનો કરવામાં નિષ્ફળ રહ્યા હોવાનું જણાવી રાજીનામાની માંગ કરી.
- દેશના મુખ્ય આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે કે ઓમીક્રોન કોરોનાવાઇરસનો છેલ્લો પ્રકાર નહીં હોય પરંતુ તેમણે ઓસ્ટ્રેલિયામાં વર્તમાન સંક્રમણ તેની ટોચ વટાવી ગયું હોવાનું જણાવ્યું છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 3 સ્કૂલના સેંકડો વિદ્યાર્થીઓ તથા કેટલાક કર્મચારીઓને 2 અઠવાડિયા માટે આઇસોલેશનમાં રહેવા જણાવવામાં આવ્યું છે. રાજ્યમાં કોરોનાવાઇરસના 19 નવા કેસ નોંધાયા હતા.
- ન્યૂઝીલેન્ડ 27મી ફેબ્રુઆરીથી તેની સરહદો ખોલશે. અને આંતરરાષ્ટ્રીય મુસાફરો માટે સરહદો સંપૂર્ણ રીતે ઓક્ટોબર મહિનામાં ખુલશે.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 12,632 નવા કેસ તથા 38 દર્દીઓના મૃત્યુ થયા છે. રાજ્યમાં 2578 દર્દીઓ હોસ્પિટલમાં છે જ્યારે 160 ઇન્ટેન્સિવ કેરમાં છે.
વિક્ટોરીયામાં 12,157 નવા કેસ તથા 34 દર્દીઓના મૃત્યુ થયા છે. 752 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 82 આઇસીયુમાં છે.
ક્વિન્સલેન્ડમાં 8643 નવા ચેપ તથા 9 મૃત્યુ નોંધાયા છે. 749 દર્દીઓ હોસ્પિટલમાં છે જેાંથી 47 ઇન્ટેન્સિવ કેરમાં છે.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં 1583 નવા કેસ અને 226 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
તાસ્મેનિયામાં, સાઉથ ઓસ્ટ્રેલિયા અને નોધર્ન ટેરીટરીમાં એક-એક દર્દીના મૃત્યુ થયા છે.
વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ -
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી