- ઓસ્ટ્રેલિયાની આરોગ્ય નિયામક સંસ્થા, થેરાપ્યુટીક ગુડ્સ એડમિનિસ્ટ્રેશને (TGA) મંજૂરી ન મળી હોય તેવા રેપીડ એન્ટીજન ટેસ્ટ નહીં ખરીદવાની ચેતવણી જાહેર કરી છે.
- કેટલાક રેપીડ એન્ટીજન ટેસ્ટ પૂરતા પ્રમાણમાં જરૂરી સાધનો સામગ્રી ન ધરાવતા હોવા છતાં પણ વેચાણ માટે પેક કરી ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યા હોવાની માહિતી મળ્યા બાદ સંસ્થાએ ચેતવણી આપી છે.
- સંસ્થાએ ઓસ્ટ્રેલિયામાં 32 પ્રકારના જુદા જુદા રેપીડ એન્ટીજન ટેસ્ટને વપરાશ માટે મંજૂરી આપી છે. અને જણાવ્યું છે કે મંજૂરી ન મળી હોય તેવા રેપીડ એન્ટીજન ટેસ્ટની TGA દ્વારા ચકાસણી થઇ નથી. મતલબ કે, તે મંજૂરી ધરાવનારા ટેસ્ટ જેવી જ યોગ્ય સુરક્ષા, અસરકારકતા તથા સચોટ પરિણામ આપે છે કે નહીં તે વિશે કોઇ માહિતી નથી.
- ન્યૂ સાઉથ વેલ્સમાં, કોવિડ પોઝીટીવ લોકોને જો પૂરના કારણે ઘર છોડવા જણાવામાં આવે તો તેમણે આદેશ માનવો પડશે. કોવિડ પોઝીટીવ લોકોએ રાહત સેન્ટરમાં દાખલ થયા બાદ ફરજ પર હાજર કર્મચારીઓને તેની જાણ કરી, માસ્ક પહેરવું તથા અન્ય લોકોથી અંતર જાળવવું જરૂરી રહેશે.
- ક્વિન્સલેન્ડમાં શુક્રવારે સાંજે 6 વાગ્યાથી, મોટાભાગના ઇન્ડોર સ્થળોએ માસ્ક પહેરવું ફરજિયાત રહેશે નહીં. જેમાં કાર્યસ્થળ, શાળા. દુકાનો, કેફે, રેસ્ટોરન્ટ્સ અને પબનો સમાવેશ થાય છે. આ નિયમ બંને કર્મચારીઓ તથા ગ્રાહકોને લાગૂ પડશે.
- પબ્લિક ટ્રાન્સપોર્ટ, એરપોર્ટ, ફ્લાઇટમાં, જેલ, ડિસેબિલીટી, હોસ્પિટલ્સ, એજ કેર તથા જે જગ્યાએ સોશિયલ ડિસ્ટન્સ ન જાળવી શકાય તેવા સ્થળોએ પહેરવું જરૂરી છે.
- ઘનતાનો નિયમ હટાવવામાં આવશે. લગ્નો, અંતિમ સંસ્કાર અથવા ઘરમાં લોકોની સંખ્યા પર મર્યાદા રહેશે નહીં. કેટલાક સ્થળોએ રસીનું પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1000 લોકો હાલમાં હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 42 ઇન્ટેન્સિવ કેરમાં દાખલ છે. રાજ્યમાં શુક્રવારે 2 મૃત્યુ તથા 9466 કોવિડ ચેપ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં 245 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. 26 દર્દીઓના મૃત્યુ તથા 6545 નવા ચેપ નોંધાયા હતા.
તાસ્મેનિયામાં નવા 937 ચેપ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં 5446 નવા ચેપ તથા 7 દર્દીઓના વાઇરસના કારણે મૃત્યુ થયા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં કોવિડ-19ના નવા 794 કેસનું નિદાન થયું છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો