COVID-19 અપડેટ: TGA દ્વારા Novavax રસીને મંજૂરી આપવામાં આવી

20મી જાન્યુઆરી 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસની માહિતી.

L’Australie valide le vaccin Novarax.

Source: AP

  • થેરાપ્યુટીક ગુડ્સ એડમિનીસ્ટ્રેશને (TGA) નોવાવેક્સની કોવિડ-19 પ્રતિરોધક રસીને ઓસ્ટ્રેલિયામાં વપરાશ માટે મંજૂરી આપી દીધી છે. ઓસ્ટ્રેલિયાએ તે રસીના 51 મિલિયન ડોઝનો ઓર્ડર પણ આપ્યો.
  • TGA એ આ ઉપરાંત, અતિજરૂરીયાત ધરાવતા કોવિડ દર્દીઓ માટે 2 એન્ટીવાઇરલ ઓરલ ચિકિત્સાને પણ મંજૂરી આપી છે.
  • કેન્દ્રીય આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે જણાવ્યું છે કે પેક્ષલોવિડ તથા મોલ્નુપીરાવિર આગામી અઠવાડિયાઓમાં ઓસ્ટ્રેલિયા આવશે.
  • ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 49 લોકોના મૃત્યુ
  • 18મી ડિસેમ્બર બાદ ન્યૂ સાઉથ વેલ્સમાં પ્રથમ વખત હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા ઘટાડો થયો, દાખલ દર્દીઓની સંખ્યા 2863થી ઘટીને 2781 થઇ. આ ઉપરાંત, આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યા 217થી ઘટીને 212 થઇ.
  • ન્યૂ સાઉથ વેલ્સમાં 30,825 કોવિડ ચેપ તથા 25 મૃત્યુ નોંધાયા.
  • નેશનલ કેબિનેટની ગુરુવારે બેઠક યોજાશે. જેમાં, શાળામાં વિદ્યાર્થીઓના સુરક્ષિત આગમન તથા શાળામાં સુરક્ષા યોજના વિશે ચર્ચા કરવામાં આવશે.
  • ક્વિન્સલેન્ડમાં અગાઉથી જ આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતી એક 18 વર્ષીય વ્યક્તિનું મૃત્યુ થયું. રાજ્યમાં 16,812 કેસ તથા 9 મૃત્યુ નોંધાયા.
  • વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું છે કે કોવિડ સામે યોગ્ય રક્ષણ માટે 3 ડોઝ જરૂરી હોઇ શકે છે. નેશનલ કેબિનેટ તેની પર ધ્યાન આપે તેવી આશા છે.
  • ક્વિન્સલેન્ડના આરોગ્ય વિભાગે જાન્યુઆરી મહિનાના અંતમાં રાજ્યમાં કોવિડ કેસની સંખ્યા વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના આરોગ્ય મંત્રી યુવેટ ડી - એથે જણાવ્યું છે કે ગોલ્ડ કોસ્ટમાં સૌપ્રથમ કેસની સંખ્યા વધી શકે છે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ

કોવિડ-19ના આંકડા

ન્યૂ સાઉથ વેલ્સમાં 30,825 નવા કેસ તથા 25 મૃત્યુ નોંધાયા, વિક્ટોરીયામાં 21,966 કેસ તથા 15 મૃત્યુ નોંધાયા.

ક્વિન્સલેન્ડમાં 16,812 કેસ તથા 9 મૃત્યુ, તાસ્મેનિયામાં 927 કેસ નોંધાયા.

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 892 નવા કેસ નોંધાયા.

કોવિડ-19 અંગે તમારી ભાષામાં જ  માહિતી મેળવો.


રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો

મુસાફરી

નાણાકિય સહાયતા

રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે. 



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

Share
Published 20 January 2022 1:53pm
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends