સોમવારે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 32 દર્દીઓના મૃત્યુ તથા 36,000 નવા ચેપ નોંધાયા હતા.
19 મૃત્યુ સાઉથ ઓસ્ટ્રેલિયામાં તથા 7 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.
ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયા બંનેમાં કોવિડ-19ના દૈનિક કેસની સંખ્યા 10,000થી વધુ થઇ ગઇ છે.
કેન્દ્રીય સરકારે એજ કેર માટે ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સના અધિકારીઓની સેવાને સપ્ટેમ્બર મહિના સુધી લંબાવી છે. ઓસ્ટ્રેલિયન ડિફેન્સ ફોર્સ કર્મચારીઓ પરનું દબાણ ઘટાડવા માટે વધુ અધિકારીઓ તહેનાત કરશે.
22મી જુલાઇના રોજ, રેસિડેન્સિયલ એજ કેર સુવિધામાં સક્રિય કેસની સંખ્યા 1013 હતી. ન્યૂ સાઉથ વેલ્સમાં 332, વિક્ટોરીયામાં 211, ક્વીન્સલેન્ડમાં 219, સાઉથ ઓસ્ટ્રેલિયામાં 109 તથા વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 103 રહેવાસીઓને ચેપ લાગ્યો છે.
સિડનીના ન્યૂમાર્ચ હાઉસમાં કોવિડ-19 ચેપને કાબુમાં લેવામાં આવેલા પગલાં અંગે કોરોનરની તપાસ શરૂ થઇ ગઇ છે. એપ્રિલથી જૂન 2020 દરમિયાન એજ કેરમાં કોવિડ-19ના કારણે 19 રહેવાસીઓના મૃત્યુ થયા હતા.
યુનાઇટેડ કિંગડમમાં કરવામાં આવેલા રાષ્ટ્રીય માં જાણવા મળ્યા પ્રમાણે, જે સગર્ભા મહિલાઓ ગર્ભધારણના પ્રથમ 3 મહિનામાં કોવિડ-19થી ચેપગ્રસ્ત થાય છે તેમને ગર્ભપાતનો ખતરો વધી જાય છે.
અભ્યાસમાં જણાવ્યા પ્રમાણે, સગર્ભા મહિલાઓએ ચેપ ન લાગે તે માટે સોશિયલ ડિસ્ટન્સિંગ, સ્વસ્છતા જાળવવી જરૂરી છે.
સિડની મોર્નિંગ હેરાલ્ડના જણાવ્યા પ્રમાણે, મહામારીની શરૂઆતથી અત્યાર સુધીમાં ન્યૂ સાઉથ વેલ્સમાં લગભગ 4000 જેટલા બાળકોને કોવિડના નિયમોના ભંગ બદલ દંડ કરવામાં આવ્યો છે. કેટલાક બાળકોને એકથી વધુ વખત દંડ કરાયો છે.
લગભગ 800થી વધુ બાળકો વર્ક ડેવલોપમેન્ટ દ્વારા તેમનો દંડ ભરશે. જેમાં સામાજિક સેવા, કોર્સ, કાઉન્સિંલીંગ જેવા કાર્યક્રમોમાં ભાગ લઇને દર મહિને 1000 જેટલો દંડ ઓછો કરી શકાય છે.
જે રહેવાસીઓ કોવિડ-19 પોઝીટીવ હોય તેઓ નેશનલ કોરોનાવાઇરસ હેલ્પલાઇનનો 1800 020 080 પર સંપર્ક કરી સહાયતા તથા માહિતી મેળવી શકે છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો