- ન્યૂ સાઉથ વેલ્સમાં યુવાનોમાં સંક્રમણનું પ્રમાણ વધુ.
- વિક્ટોરીયામાં આગામી 5 અઠવાડિયામાં એક મિલીયન લોકોને રસી આપવાની યોજના.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 2 ચેપ.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીથી ક્વિન્સલેન્ડ ગયા બાદ ક્વોરન્ટાઇન ફરજિયાત.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 390 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા છે. 60 લોકોએ સંક્રમણ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી.
ડબ્બો તથા વેલગેટ્ટમાં નોંધાયેલા 25 કેસમાંથી મોટાભાગના કેસ એબઓરિજીનલ લોકોમાં નોંધાાયા છે, તેમાં બાળકોનો પણ સમાવેશ થાય છે.
ન્યૂ સાઉથ વેલ્સ હેલ્થના ડો મેરીન ગેલના જણાવ્યા પ્રમાણે છેલ્લા બે અઠવાડિયામાં, 20થી 29 વર્ષની વયના યુવાનોને, કોવિડ-19થી સૌથી વધુ અસર થઇ છે. તેમણે તમામને રસી મેળવવા જણાવ્યું હતું.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 15 કેસ નોંધાયા છે, જેમાંથી 4 કેસ અજાણ્યા સ્ત્રોતમાં નોંધાયા છે.
રાજ્યના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસી રાજ્ય દ્વારા ચલાવવામાં આવતા કેન્દ્રોમાં ઉપલબ્ધ થશે અને તેમણે આગામી 5 અઠવાડિયામાં એક મિલીયન લોકોને રસી આપવાનો લક્ષ્યાંક જણાવ્યો હતો.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી 7 નવા કેસ નોંધાયા. 14મી ઓગસ્ટ શનિવારથી ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીથી ક્વિન્સલેન્ડ દાખલ થનારા લોકોએ હોટલ ક્વોરન્ટાઇન કરવું ફરજિયાત છે.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના આરોગ્ય વિભાગે નજીક સંપર્કમાં આવેલા લોકોની સંખ્યા 3000થી પણ વધુ હોવાની માહિતી આપી છે. આ ઉપરાંત 6 કેસ સક્રિય છે.
- અન્ય રાજ્યોમાં સરહદો બંધ હોવા તથા લોકડાઉનના કારણે અસર પામેલા તાસ્માનિયાના વેપાર - ઉદ્યોગો 17મી ઓગસ્ટથી ગ્રાન્ટ માટે અરજી કરી શકશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી