ઓસ્ટ્રેલિયામાં સોમવારે અગાઉની સરખામણીમાં કોવિડ-19ના ઓછા મૃત્યુ તથા કેસ નોંધાયા છે. ન્યૂ સાઉથ વેલ્સ અને વિક્ટોરીયામાં 4 - 4 મૃત્યુ તથા ક્વિન્સલેન્ડમાં 2 મૃત્યુ નોંધાયા છે.
કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીની સંખ્યા તથા મૃત્યુ વિશે માહિતી મેળવો.
28મી એપ્રિલ સાંજે 6 વાગ્યાથી, ક્વિન્સલેન્ડના રહેવાસીઓએ નીચે પ્રમાણેની પરિસ્થિતિમાં ક્વોરન્ટાઇન કરવાની જરૂર નથી.
- જો તેમને કોવિડ-19ના લક્ષણો ન હોય.
- નજીકના સંપર્કમાં આવ્યા બાદ દર બીજા દિવસે કોવિડ-19નો નેગેટીવ ટેસ્ટ આવે ત્યારે (દિવસ 0,2,4 અને 6)
- સાત દિવસ સુધી ઘરની બહાર માસ્ક પહેરવું
- ચેપનો ભય હોય તેવા સ્થળોની 7 દિવસ સુધી મુલાકાત લેવાનું ટાળવું (હોસ્પિટલ્સ, રેસીડેન્સિયલ એજ કેર સુવિધા, ડિસેબિલિટી એકોમોડેશન, ડિટેન્શન સેન્ટર)
- નોકરીદાતાને તમે નજીકના સંપર્કમાં આવ્યા છો તે અંગેની માહિતી આપો અને શક્ય હોય તો ઘરેથી જ કાર્ય કરો.
30મી એપ્રિલના રોજ, સાઉથ ઓસ્ટ્રેલિયા, ક્વિન્સલેન્ડ, ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી, ન્યૂ સાઉથ વેલ્સ તથા વિક્ટોરીયા બાદ ક્લોઝ કોન્ટેક્ટ માટે આઇસોલેશન સમાપ્ત કરનારું વધુ એક રાજ્ય બની શકે છે.
ન્યૂ સાઉથ વેલ્સે આજથી કોવિડ-19ના આંકડા દર્શાવતું મીડિયા સ્ટેટમેન્ટ પ્રસ્તુત કરવાનું બંધ કર્યું છે. જે રાજ્ય સામાન્ય સ્થિતિ તરફ આગળ વધી રહ્યું હોવાનું જણાવે છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો