મંગળવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 29 મૃત્યુ નોંધાયા. જેમાં 12 ન્યૂ સાઉથ વેલ્સ, 8-8 વિક્ટોરીયા તથા ક્વીન્સલેન્ડમાં તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં એક મૃત્યુ નોંધાયું હતું.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સોમવારે 4થી એપ્રિલ રાત્રે 11.59થી માં ફેરફાર કરવામાં આવ્યો છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં આગમન કરતાં આંતરરાષ્ટ્રીય મુસાફરને જો 13 અઠવાડિયા અગાઉ કોવિડ-19 નિદાન થયું હશે તો તેમણે આગમનના 24 કલાકની અંદર કોવિડ-19 ટેસ્ટ કરાવવો જરૂરી નથી. અગાઉ આ સમય 9 અઠવાડિયા હતો.
રસી નહીં મેળવનારા 12થી 17 વર્ષની વય ધરાવતા લોકો ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં આગમન બાદ ટેરીટરીના આરોગ્ય વિભાગને તેમના આગમન અને 7 દિવસ સુધી ક્વોરન્ટાઇન અંગે જાણ કરવી જરૂરી નથી.
આરોગ્ય મંત્રી ગ્રેગ હંટે લાયક ઓસ્ટ્રેલિયન્સને રસીનો ચોથો ડોઝ લેવા જણાવી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે, ફ્લુની રસી તથા બીજો બૂસ્ટર ડોઝ બંને એકસાથે મેળવી શકાય છે.
ક્વીન્સલેન્ડના રહેવાસીઓને Queensland COVID-19 Safety and Efficacy Statewide Study માં ભાગ લેવા આમંત્રણ આપવામાં આવ્યું છે. આ અભ્યાસમાં કોવિડ-19 રસીની રાજ્યમાં ટૂંકા, મધ્યમ તથા લાંબા-ગાળામાં કેવી અસર થાય છે તેની ચકાસણી કરવામાં આવશે.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 17મી એપ્રિલથી ક્રૂઝ માટે તબક્કાવાર નિયંત્રણો હળવા કરશે. જેમાં સૌ પ્રથમ 350 મહેમાનો સુધીના આંતરરાજ્ય જહાજને રાજ્યમાં પ્રવેશની પરવાનગી મળશે.
માં બીજી ટર્મથી માતા-પિતા બાળકોને સ્કૂલે લેવા તથા મૂકવા માટે, શિક્ષકો સાથે મિટીંગ તથા સામૂહિક એસેમ્બલીમાં ભાગ લઇ શકશે.
સાઉથ ઓસ્ટ્રેલિયાના રહેવાસીઓએ જો ઘરમાં કોઇ સભ્યને કોવિડ-19 નિદાન થાય તો 7 દિવસ સુધી આઇસોલેટ થવું ફરજિયાત છે. સભ્યોએ લક્ષણો ન હોય તો છઠ્ઠા દિવસે પીસીઆર ટેસ્ટ અથવા 1,3,5,7માં દિવસે રેપીડ એન્ટીજન ટેસ્ટ કરવો જરૂરી છે.
ન્યૂ સાઉથ વેલ્સ સરકાર કોવિડ-19 બાદ સામુદાયિક સુખાકારી માટે 5 મિલિયન ડોલરની ગ્રાન્ટ ફાળવશે.
વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્રયુસે 7 દિવસનો આઇસોલેશનનો સમય સમાપ્ત કરી લીધો છે અને તેઓ કાર્ય પર પરત ફર્યા છે. તેમને 28મી માર્ચના રોજ કોવિડ-19 નિદાન થયું હતું.
5મી એપ્રિલ 2022ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સ - 19,183 કેસ તથા 12 મૃત્યુ
વિક્ટોરીયા - 12,007 કેસ તતા 8 મૃત્યુ
તાસ્મેનિયા - 2437 કેસ
ક્વીન્સલેન્ડ - 9946 કેસ તથા 8 મૃત્યુ
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી - 918 કેસ, એક મૃત્યુ
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા - 8145 કેસ
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો