- ન્યૂ સાઉથ વેલ્સના ઓરેન્જ, કેબોની અને બ્લેનેય કાઉન્સિલ રીજનલ વિસ્તારોમાં પ્રથમ વખત લોકડાઉન લાગૂ કરવામાં આવ્યું.
- વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 22 કેસ, તમામ કેસ અગાઉ નોંધાયેલા ચેપ સાથે સંકળાયેલા છે.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19નો નવો એક કેસ, રાજ્યમાં સામુદાયિક સંક્રમણની કુલ સંખ્યા 6 સુધી પહોંચી.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં બુધવારે સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 110 કેસ નોંધાયા હતા, જેમાંથી 43 વ્યક્તિઓેએ ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી. આજથી, જે નોકરીદાતા તેમના કર્મચારીઓને ઓફિસ આવવા માટે મજબૂર કરશે તેમને તાત્કાલિક 10,000 ડોલરનો દંડ ફટકારવામાં આવશે.
રાજ્યના રીજનલ વિસ્તાર ઓરેન્જ, કેબોની તથા બ્લેનેય કાઉન્સિલના તમામ રહેવાસીઓને તથા શનિવાર 17મી જુલાઇથી તે વિસ્તારોમાં ગયેલા લોકોને ઘરે જ રહોનો આદેશ આપવામાં આવ્યો છે.
નક્શા દ્વારા વિશે માહિતી મેળવો. વર્તમાન લોકડાઉન શુક્રવાર 30મી જુલાઇ રાત્રીના 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના 22 નવા કેસ નોંધાયા છે. તમામ કેસ અગાઉ નોંધાયેલા ચેપ સાથે સંકળાયેલા છે. રાજ્યમાં કુલ સક્રિય કેસની સંખ્યા 118 થઇ ગઇ છે.
રેડ ઝોન પરમિટ હાલ પૂરતી સ્થગિત કરી દેવામાં આવતા ન્યૂ સાઉથ વેલ્સ તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં રહેતા વિક્ટોરીયાના રહેવાસીઓનો રાજ્યમાં પ્રવેશ બે અઠવાડિયા માટે અટકાવી દેવામાં આવ્યો છે.
નક્શા દ્વારા વિશે માહિતી મેળવો. રાજ્યનું વર્તમાન લોકડાઉન મંગળવાર 27મી જુલાઇ રાત્રીના 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 24 કલાકની માહિતી
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં હાલમાં ટેસ્ટ માટે 82 સાઇટ્સ કાર્યરત છે, અને સુધી પહોંચી છે.
- આવતીકાલથી, રાજ્યના રહેવાસીઓ સિવાય સાઉથ ઓસ્ટ્રેલિયાથી ક્વિન્સલેન્ડમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- સાઉથ ઓસ્ટ્રેલિયાથી આવતા પ્રવાસીઓ માટે વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા 14 દિવસનું ક્વોરન્ટાઇન લાગૂ કરી રહ્યું છે.
ઇદ અલ-અદા શુક્રવાર 23મી જુલાઇના રોજ સમાપ્ત થઇ રહ્યો છે. ઇદ અલ-ફિત્રની પ્રાર્થના સમયે તમારી અને અન્યની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે.
- ઘરેથી જ પ્રાર્થના કરો
- મોટા મેળાવડા રદ કરો
- માસ્ક પહેરો
- પ્રાર્થના માટે પોતાના જ સામાનનો ઉપયોગ કરો
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી