- રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં ગટરના પાણીમાં કોવિડ-19 વાઇરસ મળી આવ્ઓ, નવું એકપણ સંક્રમણ નહીં.
- વિક્ટોરીયામાં V/Line ટ્રેન સર્વિસમાં વિક્ષેપ
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં વધુ રસી બુકિંગ ઉપલબ્ધ
- ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક કેસ નોંધાયો.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1542 કેસ તથા 9 મૃત્યુ નોંધાયા છે.
વધુ ચેપગ્રસ્ત રહેતા અને રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો 13મી સપ્ટેમ્બર સોમવારથી 5ની સંખ્યામાં આઉટડોર સ્થળે મળી શકશે.
12 સ્થાનિક વિસ્તારોમાં રહેતા રસીના બંને ડોઝ મેળવી લેનારા લોકો કસરત કર્યા ઉપરાંત તેમના ઘરના સભ્ય સાથે પિકનીક કે મનોરંજના માટે બહાર જઇ શકશે.
ટેમવર્થ, લાઇટનીંગ રીજ, ગ્લેન ઇન્સ, કેલ્બુરા બિચ તથા મોરુયા વિસ્તારના ગટરના પાણીમાં કોવિડ-19નો વાઇરસ મળી આવ્યો છે.
સોમવાર 13મી સપ્ટેમ્બરથી, ન્યૂ સાઉથ વેલ્સ આરોગ્ય વિભાગ 11 વાગ્યે પ્રેસ કોન્ફરન્સના જીવંત પ્રસારણને બદલે ઓનલાઇન વીડિયો દ્વારા માહિતી આપશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 334 કેસ નોંધાયા છે. જેમાંથી 149 કેસ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા છે. એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
સધર્ન ક્રોસ સ્ટેશનથી ગીપ્સલેન્ડ મુસાફરી કરનારા ટ્રેન ડ્રાઇવરને કોવિડ-19નું સંક્રમણ થતાં 20 માં વિક્ષેપ થયો હતો. આ વિક્ષેપનો આંકડો હજી 100 ટ્રેન સુધી પહોંચે તેવી શક્યતા છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 24 કેસ નોંધાયા છે, જેમાંથી 6 લોકોએ ચેપ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી.
અધિકારીઓએ લોકોને રસી માટેના તેમના વર્તમાન બુકિંગને દ્વારા વહેલું કરવા જણાવ્યું છે. ટેરીટરીમાં 30,000 વધારાની એપોઇન્ટ્મેન્ટ્સ ઉપલબ્ધ થઇ છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી એક કેસ નોંધાયો છે, બ્રિસબેનના સનીબેન્ક વિસ્તારમાં આવેલી સેન્ટ થોમસ મોર કોલેજમાં અભ્યાસ કરતા એક કિશોરને કોવિડ-19 નિદાન થયું છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી