COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સનો આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ કરવાનો લક્ષ્યાંક, વિક્ટોરીયામાં નિયંત્રણો વધુ હળવા થશે

1લી સપ્ટેમ્બર 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

A pharmacy worker receives a temperature sensitive box with Pfizer vaccines at the Sandown Racecourse Vaccination Centre in Melbourne, Tuesday, August 31, 2021.

A pharmacy worker receives a temperature sensitive box with Pfizer vaccines at the Sandown Racecourse Vaccination Centre in Melbourne, Tuesday, August 31, 2021. Source: AAP Image/Daniel Pockett

  • ન્યૂ સાઉથ વેલ્સના કોવિડ-19ના જાણિતા ચેપ ન ધરાવતા હોય તેવા વિસ્તારોના ગટરના પાણીમાં વાઇરસ મળી આવ્યો.
  • વિક્ટોરીયામાં રાજ્ય દ્વારા ચલાવવામાં આવતા દવાખાનામાં એસ્ટ્રાઝેનેકાની 70,000 એપોઇન્ટમેન્ટ્સ ઉપલબ્ધ.
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 16થી 29 વર્ષની ઉંમર ધરાવતા લોકો માટે ફાઇઝરની રસી માટે નોંધણી શરૂ

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 1116 કેસ અને 4 મૃત્યુ નોંધાયા છે. 

થ્રેડબો, મેરીમ્બુલા, પોર્ટ મેક્વાયરી, ડુનબોગન, બોની હિલ્સ, વારેન, મોલોંગ, ટેમવર્થ અને ગુન્નેડાહમાં ગટરના પાણીમાં કોવિડ-19નો વાઇરસ મળી આવ્યો છે. 

રાજ્યના પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને જણાવ્યું હતું કે નવેમ્બર મહિનાથી આંતરરાષ્ટ્રીય પ્રવાસ શરૂ થઇ શકે છે. 

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 120 કેસ તથા 2 મૃત્યુ નોંધાયા છે. 

પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે નિયંત્રણો હળવા કરવાની જાહેરાત કરી હતી. જેમાં એક વખત 70 ટકા લોકો રસીનો પ્રથમ ડોઝ મેળવી લે ત્યાર બાદ મુસાફરીની મર્યાદા 5 કિલોમીટરથી 10 કિલોમીટર થશે તેમ જણાવ્યું હતું. આ લક્ષ્યાંક 23મી સપ્ટેમ્બર સુધીમાં હાંસલ કરી શકાય તેવી શક્યતા છે. 

90 ટકા કામદારો રસીનો પ્રથમ ડોઝ મેળવી લે ત્યારે બાંધકામ ક્ષેત્ર 50 ટકા મર્યાદા સાથે શરૂ થશે. 

7મી સપ્ટેમ્બરથી, યર 12ના વિદ્યાર્થીઓને રસી માટે પ્રાથમિકતા અપાશે. General Achievement Test 5મી ઓક્ટોબરના રોજ યોજાશે, ત્રીજા સત્ર માટે પ્રત્યક્ષ અભ્યાસ શક્ય થશે નહીં.

આવતીકાલે મધ્યરાત્રીથી, રમતના મેદાનો શરૂ થશે. જોકે, કડક નિયમો પાળવા જરૂરી રહેશે. 

12 વર્ષથી ઓછી ઉંમરના બાળકો એક વાલી કે સારસંભાળ રાખનાર વ્યક્તિ સાથે મેદાનમાં જઇ શકશે. વયસ્ક લોકો ત્યાં ખાદ્યપદાર્થો આરોગી શકશે નહીં. 

રમતના મેદાનોમાં પણ QR કોડ દ્વારા નોંધણી થશે. 

તમારી વિશે માહિતી મેળવો. 

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 23 કેસ નોંધાયા છે, જેમાંથી 12 લોકોએ ચેપ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી. 

16થી 29 વર્ષની વય ધરાવતા કેનબેરાના રહેવાસીઓ હવે ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના સામુહિક રસીકરણ કેન્દ્ર અથવા રસીકરણની પ્રક્રિયામાં ભાગ લઇ રહેલા જનરલ પ્રેક્ટિશનર પાસે ફાઇઝરની રસી બુક કરાવી શકશે. ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીના સરકારી દવાખાનામાં ઓક્ટોબરના મધ્ય સુધીમાં બુકિંગ ઉપલબ્ધ થશે નહીં. 

તમારી વિશે માહિતી મેળવો.
alc covid mental health
Source: ALC
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 1 September 2021 2:16pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends