- ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના કેસની સંખ્યામાં ફરીથી વધારો નોંધાયો
- વિક્ટોરીયામાં યુવાનોમાં કોવિડ-19નું સંક્રમણ સૌથી વધુ
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ તેમની કોવિડ-19 સામે કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યામાં વધારો કર્યો
- ક્વિન્સલેન્ડે તેમનો હોટલ ક્વોરન્ટાઇન કાર્યક્રમ સ્થગિત કર્યો
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં કોરોનાવાઇરસના રેકોર્ડ 919 કેસ નોંધાયા છે જેમાંથી 37 લોકોએ સંક્રમણ સાથે જ સમુદાયમાં અવરજવર કરી હતી. બે લોકોના મૃત્યુ પણ થયા છે.
ગુઇલ્ડફોર્ડ, ઓબર્ન, મેરીલેન્ડ્સ, ગ્રેસ્ટેન્સ, ગ્રેનવિલ, પચંબાઉલ, યાગોના તથા બ્લેકટાઉન વિસ્તારો સૌથી વધુ ચિંતાનો વિષય બન્યા છે. બીજી તરફ, બેટેયુ બે, ટોક્લી તથા મેરીમ્બુલામાં ગટરના પાણીમાં વાઇરસના કણો મળી આવ્યા છે.
મુખ્ય આરોગ્ય અધિકારી કેરી ચેન્ટે જણાવ્યું હતું કે હાલમાં ઇન્ટેન્સિવ કેરમાં 113 દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી 98 દર્દીઓએ રસી લીધી નહોતી.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં કોવિડ-19ના નવા 45 કેસ નોંધાયા છે. જેમાંથી 28 લોકોએ ચેપ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી.
આરોગ્ય મંત્રી માર્ટીન ફૂલીએ જણાવ્યું હતું કે 538 વર્તમાન સક્રિય કેસમાંથી, મોટાભાગના 30 વર્ષથી નાની વયના લોકોમાં જેવા મળ્યા છે. જ્યારે 9 વર્ષથી નાના 114 લોકોને ચેપ લાગ્યો છે.
16 અને 17 વર્ષની ઉંમરના લોકો ફાઇઝરની રસી મેળવી શકશે. જ્યારે 18-39 વર્ષની ઉંમર ધરાવતા લોકો એસ્ટ્રાઝેનેકા અથવા ફાઇઝર મેળવી શકશે. 60 કે તેથી મોટી ઉંમરના લોકો માટે એસ્ટ્રાઝેનેકા જ એકમાત્ર વિકલ્પ છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 9 કેસ નોંધાયા છે અને સક્રિય કેસની કુલ સંખ્યા 176 સુધી પહોંચી છે.
આરોગ્ય મંત્રી રેચલ સ્ટીફન - સ્મિથે જણાવ્યું હતું કે, નર્સ, વિદ્યાર્થી નર્સ તથા સ્ટુડન્ટ મિડવાઇફને કોવિડ-19 પ્રતિરોધક રસી માટે તાલીમ આપવામાં આવશે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
ક્વિન્સલેન્ડે ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીયા તથા ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીથી થતું આગમન હોટલ ક્વોરન્ટાઇન સુવિધા પર થઇ રહેલા દબાણના કારણે 8મી સપ્ટેમ્બર સુધી સ્થગિત કરી દીધું છે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી