શુક્રવારે, દેશમાં કોવિડ-19થી કુલ 50 દર્દીઓના મૃત્યુ થયા હતા.
જેમાંથી 18 વિક્ટોરીયામાં, 11 ક્વીન્સલેન્ડમાં તથા 8 ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયા હતા.
છેલ્લા 2 અઠવાડિયામાં ન્યૂ સાઉથ વેલ્સ તથા ક્વિન્સલેન્ડમાં હોસ્પિટલમાં દાખલ થતા દર્દીઓની સંખ્યામાં વધારો નોંધાયો છે.
જોકે, વિક્ટોરીયા, સાઉથ ઓસ્ટ્રેલિયા તથા તાસ્મેનિયામાં તે સંખ્યા ઘટી છે.
ન્યૂ સાઉથ વેલ્સમાં શુક્રવારે કોવિડ-19ના 8355 ચેપ તથા વિક્ટોરીયામાં 7608 કેસનું નિદાન થયું હતું.
વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં 5311 તથા ક્વીન્સલેન્ડમાં 4182 કેસ નોંધાયા હતા.
ન્યૂ સાઉથ વેલ્સમાં ઓમીક્રોનના BA.4 અને BA.5 પ્રકારના ચેપની સંખ્યા 22 ટકા જેટલી વધી છે.
અને, આગામી દિવસોમાં તેના કારણે રાજ્યમાં ચેપની સંખ્યા વધે તેવી આરોગ્ય અધિકારીઓએ શક્યતા વ્યક્ત કરી હતી.
બીજી તરફ, ક્વોન્ટસના સીઇઓ એલન જોયસે 2જી રેડિયો સાથેની વાતચીત દરમિયાન ફ્લાઇટમાં ફેસમાસ્કની જરૂરીયાત હટાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
ઓસ્ટ્રેલિયાના મોટાભાગના રાજ્યો અને ટેરેટરીમાં એરપોર્ટ્સ ટર્નિમલ પર ફેસમાસ્કની જરૂરીયાત હટાવવામાં આવશે
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો