COVID-19 અપડેટ: ન્યૂ સાઉથ વેલ્સમાં આઠ મૃત્યુ, વિક્ટોરિયા અને ACTમાં ૧૪ દિવસ માટે લોકડાઉન લંબાવાયું

16 ઓગસ્ટ 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Bondi Beach in Sydney, Monday, August 16, 2021.

Sydney'de kurallara uymayan yüzlerce kişiye para cezası kesildi. Source: AAP Image/Bianca De Marchi

  • ન્યૂ સાઉથ વેલ્સ માટે વધુ બે સપોર્ટ પેમેન્ટ
  • મેલ્બર્ન અને ACTમાં વધુ બે અઠવાડિયા માટે લોકડાઉન લંબાવાયુ 
  • ડાર્વિનમાં ૭૨ કલાકનું લોકડાઉન 
ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં પાછલા 24 કલાકમાં 478 નવા સ્થાનિક ચેપ અને આઠ કોવિડ-19 દર્દીઓના મૃત્યુ નોંધાયા છે, જેમાંથી પાંચ મૃતકોએ કોરોનાવાઇરસ સામે રક્ષણ આપતી રસી લીધી ન હતી.

ચેપગ્રસ્ત વિસ્તારોમાં 17 વર્ષથી વધુ વયના જે આવશ્યક સેવાના કાર્યકરોને કોવિડ ટેસ્ટ કરાવ્યા બાદ આઇસોલેટ કરવાની સૂચના મળે તેમને નોકરી પર નહિ જવાથી ગુમાવેલી આવકના બદલામાં

ટેમ્પરરી વિસાધારકો અને સરકારી રાહત નહિ મેળવનાર અન્ય લોકોને

સિડનીના માં 20 થી 39 વર્ષના લોકો માટે વધારાની 530,000 Pfizer રસી ફાળવવામાં આવી છે.

તે ઉપરાંત દક્ષિણ પશ્ચિમ સિડની અને પશ્ચિમ સિડનીના 16 થી 39 વર્ષના આવશ્યક સેવાના કાર્યકરો હવે તેમને આ સપ્તાહે Qudos Bank Arena ખાતે આવેલા સમૂહ રસીકરણ કેન્દ્રમાં રસી આપવામાં આવશે.

વિક્ટોરિયા 

વિક્ટોરિયામાં ૨૨ નવા સ્થાનિક ચેપ નોંધાયા છે, પાંચ ચેપના સ્ત્રોત જાણી શકાયા નથી. 

મેલબર્નમાં ગુરુવાર ૨જી સપ્ટેમ્બરની મધરાત સુધી લોકડાઉન લંબાવવામાં આવ્યું છે. સાથેજ રાતના ૯ વાગ્યાથી સવારના ૫ વાગ્યા સુધીનો કરફ્યુ પણ લાગુ કરવામાં આવી રહ્યો છે જે આજથી અમલમાં આવી જશે. 

છેલ્લા ૨૪ કલાકમાં ઓસ્ટ્રેલિયામાં થયેલા ફેરફાર:

  • કોવિડ-૧૯ નો એક સ્થાનિક ચેપ નોંધાતા ગ્રેટર ડાર્વિન અને કેથરીન પ્રદેશમાં  ૭૨ કલાક માટે લોકડાઉન લાગુ કરાયું.
  • ACTમાં નવા સ્થાનિક ચેપની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. ૧૯ નવા ચેપ નોંધાતા લોકડાઉન ૧૫ દિવસ માટે લંબાવવામાં આવ્યું છે.  
alc covid mental health
Source: ALC
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.


 


કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 
 


Share
Published 16 August 2021 1:45pm
Updated 16 August 2021 2:00pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends