- રાજ્યમાં આરોગ્યની સ્થિતી સુધરે તે માટે સૈનિકો ન્યૂ સાઉથ વેલ્સ પોલીસની મદદે.
- વિક્ટોરીયન આરોગ્ય વિભાગે અજાણ્યા કેસ સાથેનું જોડાણ શોધ્યું.
- બ્રિસબેનની સ્કૂલમાં એક વિદ્યાર્થીને કોરોનાવાઇરસનો ચેપ નિદાન થતા શાળામાં સફાઇ કાર્ય શરૂ.
- તાસ્મેનિયાએ વિક્ટોરીયા સાથેની સરહદો ખોલી.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના 170 કેસ નોંધાયા છે તેમાંથી 42 વ્યક્તિએ ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી.
પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને ઘર અને કાર્યસ્થળે વાઇરસનો ચેપ ફેલાતા લોકોને અન્ય ઘર કે પરિવારના સભ્યો સાથે સંપર્કમાં ન આવવા માટે જણાવ્યું છે.
પોલિસ કમિશ્નર મિક ફુલેરે લોકોને અઠવાડિયાના અંતે યોજાનારી એન્ટી લોકડાઉન વિરોધ પ્રદર્શનમાં ભાગ નહીં લેવા માટે જણાવ્યું છે. તેમણે ઉમેર્યું હતું કે, વિરોધ પ્રદર્શનકારીઓને અટકાવવા માટે હજારો પોલિસ તહેનાત કરવામાં આવ્યા છે.
આ ઉપરાંત, લોકો ઘરે જ રહે તથા અન્ય પરિવારના સભ્યોની મુલાકાત ન લે તે માટે સોમવારથી 300 સૈનિકોને તહેનાત કરવામાં આવશે.
વિક્ટોરીયા
રાજ્યમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના 3 કેસ નોંધાયા છે. આ તમામ ચેપગ્રસ્ત વ્યક્તિઓ તેમના સંક્રમણ દરમિયાન આઇસોલેશન હેઠળ હતી.
વિક્ટોરીયન આરોગ્ય મંત્રી માર્ટીન ફોલીએ જણાવ્યું હતું કે જીઓમીક ટેસ્ટીંગના કારણે અજાણ્યા કેસ અંગે માહિતી મેળવવામાં સફળતા મળી છે પરંતુ, તે વ્યક્તિને ચેપનું સંક્રમણ કેવી રીતે થયું તેની જાણકારી મળી નથી.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની માહિતી.
ક્વિન્સલેન્ડના આરોગ્ય વિભાગના માનવા પ્રમાણે, બ્રિસબેનમાં શાળાના જે વિદ્યાર્થીને કોવિડ-19નું નિદાન થયું તેણે ત્રણ દિવસ સુધી 27મી જુલાઇથી સમુદાયમાં અવર-જવર કરી હતી.
તાસ્મેનિયાએ વિક્ટોરીયા સાથેની સરહદો 2 અઠવાડિયા બાદ ફરીથી શરૂ કરી.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી