- ન્યૂ સાઉથ વેલ્સમાં કોવિડ-19ના રેકોર્ડ દૈનિક 92,264 કેસ નોંધાયા છે. જેમાં સૌ પ્રથમ વખત રેપીડ એન્ટીજન ટેસ્ટના પરિણામનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં નોંધાયેલા કુલ કેસમાંથી 30,877 કેસ પીસીઆર ટેસ્ટમાંથી તથા 61,387 રેપીડ એન્ટીજન ટેસ્ટમાં નોંધાયા છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ નોંધાવવા માટેની સુવિધા બુધવારથી શરૂ થઇ હતી અને જે અંતર્ગત 1લી જાન્યુઆરીથી પરિણામ નોંધાવી શકાય છે.
- ન્યૂ સાઉથ વેલ્સમાં એક જ દિવસમાં સૌથી વધુ 22 મૃત્યુ થયા છે.
- વિક્ટોરીયામાં પણ 37,169 નવા કેસ તથા 25 મૃત્યુ નોંધાયા છે, હાલમાં 953 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી 111 ઇન્ટેન્સિવ કેર તથા 29 વેન્ટીલેટર્સ પર છે.
- ગુરુવારથી હોસ્પિટાલિટી તથા મનોરંજનના સ્થળોમાં ઇન્ડોર ડાન્સ ફ્લોર બંધ કરવાનો નિયમ અમલમાં આવી રહ્યો છે.
- આજે ગુરુવારે નેશનલ કેબિનેટની બેઠકમાં વેકેશન બાદ બાળકો કેવી સુરક્ષિત રીતે શાળાએ પરત ફરી શકે તે અંગે ચર્ચા કરવામાં આવશે.
- વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, જે લોકોએ રસી નથી મેળવી તે લોકો માટે કોવિડ-19નો ઓમીક્રોન પ્રકારનો ચેપ જોખમી છે.
ઓસ્ટ્રેલિયાના વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 92,264 કેસ તથા 22 મૃત્યુ. જેમાંથી 30,877 પીસીઆર ટેસ્ટમાંથી તથા 61,387 રેપીડ એન્ટીજન ટેસ્ટમાં નોંધાયા.
વિક્ટોરીયામાં 37,169 નવા કેસ તથા 25 મૃત્યુ, જેમાંથી 16,843 રેપીડ એન્ટીજન ટેસ્ટ અને 20,326 પીસીઆર ટેસ્ટ.
ક્વિન્સલેન્ડમાં 14,914 કેસ તથા 6 મૃત્યુ. વાઇરસના કારણે 556 લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જેમાંથી 26 આઇસીયુ તથા 10 વેન્ટીલેટર પર છે.
તાસ્મેનિયામાં 1100 કેસ તથા નોધર્ન ટેરીટરીમાં 550 કેસનું નિદાન થયું છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં પીસીઆર દ્વારા 1020 કેસ નોંધાયા છે.
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી