- ન્યૂ સાઉથ વેલ્સના મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે વર્તમાન પરિસ્થિતીને રાષ્ટ્રીય આપદા ગણાવી
- પ્રીમિયર બેરેજીક્લિયને દક્ષિણ - પશ્ચિમ તથા પશ્ચિમ સિડની માટે ફાઇઝરની વધુ કોવિડ-19 રસીની માંગ કરી
- વિક્ટોરીયામાં ઓછા કેસ આવ્યા છતાં પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે લોકડાઉન સમાપ્ત કરવા અંગે આગાહી ન કરી
- ફાઇઝરની કોવિડ-19 રસી 12થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે મંજૂર
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સ્થાનિક સંક્રમણથી કોવિડ-19ના નવા 136 કેસ નોંધાયા છે, જેમાંથી 53 લોકોએ સંક્રમણ સાથે સમુદાયમાં અવર-જવર કરી હતી. રાજ્યમાં ગુરુવારે મોડીરાત્રે એક મૃત્યુ પણ થયું હતું.
કમ્બરલેન્ડ તથા બ્લેકટાઉન લોકલ ગવર્મેન્ટ વિસ્તારોમાં રહેતા લોકો હવે તેમના વિસ્તારની બહાર જઇ શકશે નહીં. ફક્ત આરોગ્ય, ઇમર્જન્સી તથા સરકાર દ્વારા કરતા લોકો જ વિસ્તારની બહાર જઇ શકશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં નવા 14 કેસ નોંધાયા છે. જેમાંથી 4 લોકોએ સંક્રમણ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી. રાજ્યમાં હાલમાં સક્રિય કેસની સંખ્યા 158 થઇ ગઇ છે.
હાલમાં રાજ્યમાં કોવિડ-19 ધરાવતા લોકોની નજીકના સંપર્કમાં આવનારા 19,000 લોકોને આઇસોલેશન હેઠળ રાખવામાં આવ્યા છે.
દ્વરા કેસની માહિતી મેળવો. રાજ્યનું વર્તમાન લોકડાઉન મંગળવાર 27મી જુલાઇ રાત્રીના 11.59 વાગ્યા સુધી લંબાવવામાં આવ્યું છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ની માહિતી
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19નો એક કેસ નોંધાયો છે. રાજ્યમાં 23,500 ટેસ્ટ કરવામાં આવ્યા હતા.
- ક્વોન્ટાસ ફ્લાઇટના કર્મચારીનો ક્વિન્સલેન્ડમાં કોવિડ-19 ટેસ્ટ પોઝીટીવ આવ્યો હતો. તેણે તે અગાઉ છ રીજનલ ફ્લાઇટમાં નોકરી કરી હતી.
- ઓસ્ટ્રેલિયામાં 40 વર્ષથી ઓછી વયના લોકોને ફાઇઝરની કોવિડ-19 રસી લેવા માટે સપ્ટેમ્બર કે ઓક્ટોબર મહિના સુધી રાહ જોવી પડશે.
ઇદ અલ-અદા આજે સમાપ્ત થઇ રહ્યો છે. ઇદ અલ-ફિત્રની પ્રાર્થના સમયે તમારી અને અન્યની સુરક્ષાનું ધ્યાન રાખવું જરૂરી છે.
- ઘરેથી જ પ્રાર્થના કરો
- મોટા મેળાવડા રદ કરો
- માસ્ક પહેરો
- પ્રાર્થના માટે પોતાના જ સામાનનો ઉપયોગ કરો
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી