- ન્યૂ સાઉથ વેલ્સમાં ઇન્ટેન્સિવ કેરમાં સારવાર લઇ રહેલા મોટાભાગના દર્દીઓએ રસી લીધી નહોતી.
- વિક્ટોરીયામાં નવા ચેપ નોંધાયા, ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હોવાની માહિતી.
- 300થી વધારે ફાર્મસી ક્વિન્સલેન્ડના રસી વિતરણ કાર્યક્રમમાં સામેલ થઇ.
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 291 કેસ નોંધાયા છે, જેમાંથી ચેપ ધરાવતી 48 વ્યક્તિઓએ ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી. એક વ્યક્તિનું મૃત્યુ પણ થયું છે,
રસી નહીં લેનારી 60 વર્ષીય મહિલાનું સિડનીના દક્ષિણપશ્ચિમ વિસ્તારમાં મૃત્યું થયું છે.
પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને કેસની સંખ્યામાં વધારો નોંધાતા કેન્ટરબરી - બેન્ક્સટાઉન વિસ્તારના રહેવાસીઓ જાહેર આરોગ્યના આદેશનું યોગ્ય રીતે પાલન કરે તે માટે વધુ પોલિસ અધિકારી તહેનાત કર્યા છે.
રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે જણાવ્યું છે કે ઇન્ટેન્સીવ કેરમાં સારવાર લઇ રહેલા 50માંથી 44 દર્દીઓએ રસી લીધી નહોતી જ્યારે 6 દર્દીઓએ પ્રથમ ડોઝ મેળવ્યો હતો.
ન્યૂ સાઉથ વેલ્સના અદિકારીઓએ તમામ લોકોને રસી મેળવવા માટે અપીલ કરી છે. રસી માટેના વિશે અહીંથી માહિતી મેળવો.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 6 કેસ નોંધાયા છે. જેમાંથી 2 કેસ અંગે ગુરુવારે 5મી ઓગસ્ટે માહિતી આપવામાં આવી હતી.
નવા નોંધાયેલા તમામ 6 ચેપ અગાઉના ડેલ્ટા પ્રકારના સંક્રમણ સાથે સંકળાયેલા છે. જોકે, તમામ લોકો ચેપ હોવા છતાં ક્વોટન્ટાઇન થયા નહોતા.
હોબ્સન્સ બે તથ મેરીબ્યોન્ગમાં નોંધાયેલા નવા ચેપના કારણે ગુરુવારે લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું.
ક્વિન્સલેન્ડ
ક્વિન્સલેન્ડમાં સામુદાયિક સંક્રમણથી કોરોનાવાઇરસના નવા 10 કેસ નોંધાયા છે, આ તમામ કેસ અગાઉ નોંધાયેલા ચેપ સાથે સંકળાયેલા છે.
રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જેનેટ યંગે જણાવ્યું હતું કે, સાઉથઇસ્ટ ક્વિન્સલેન્ડમાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન 8મી ઓગસ્ટના રોજ સમાપ્ત થશે કે કેમ તે અંગે હાલમાં કોઇ ટીપ્પણી કરવી વહેલી રહેશે.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી