- પશ્ચિમ ન્યૂ સાઉથ વેલ્સના ઓબેરોનના રહેવાસીઓને ટેસ્ટ કરાવવા સલાહ
- રીજનલ વિક્ટોરીયાના બાલારાટમાં લોકડાઉન સમાપ્ત થશે
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી રસીકરણના લક્ષ્યાંકને હાંસલ કરવાની દિશામાં
- ક્વિન્સલેન્ડમાં રસીની વધારાની વોક - ઇન એપોઇન્ટમેન્ટ્સ ઉપલબ્ધ
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 1035 કેસ તથા 5 મૃત્યુ નોંધાયા.
6ઠી ઓક્ટોબરથી ન્યૂ સાઉથ વેલ્સ Service NSW રાજ્યના રીજનલ વિસ્તારોમાં રહેતા કેટલાક લોકોનો સમાવેશ કરી રસીની સાબિતી માટેની એપ પ્રાયોગિક ધોરણે અમલમાં મૂકશે. ત્યાર બાદ રાજ્યમાં 70 ટકાનો લક્ષ્યાંક હાંસલ થશે ત્યાર બાદ સમગ્ર રાજ્યમાં તે લાગૂ થશે.
પશ્ચિમ ન્યૂ સાઉથ વેલ્સના ઓબેરોનમાં ગટરના પાણીમાં વાઇરસ મળી આવ્યો છે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 628 કેસ નોંધાયા હતા. જેમાંથી 57 ટકા કેસ નોધર્ન મેલ્બર્નના વિસ્તારોમાં નોંધાયા હતા. રાજ્યમાં 3 વ્યક્તિના મૃત્યુ પણ થયા છે.
રાજ્યની શાળાઓમાં ચેપ ન ફેલાય તે માટે સરકારી શાળા તથા ઓછી ફી ઉઘરાવતી કેથલિક અને સ્વતંત્ર્ય શાળાઓમાં રાજ્ય સરકાર 190 મિલીયન ડોલરના ખર્ચથી 51,000 પ્યૂરીફાયર્સ ઉપલબ્ધ કરાવશે. ઓસ્ટ્રેલિયાનું શાળામાં વેન્ટીલેશન માટેનું આ સૌ પ્રથમ અને મોટું રોકાણ થશે.
બાલારાટમાં, આજે મધ્યરાત્રીથી લોકડાઉન સમાપ્ત થશે, પરંતુ કેટલાક નિયંત્રણો અમલમાં રહેશે, જે અંતર્ગત ઇન્ડોર અને આઉટડોરમાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી
ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી 17 કેસ નોંધાયા છે, જેમાંથી 11 લોકોએ ચેપ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં રસીનો પ્રથમ ડોઝ મેળવનારા લોકોની સંખ્યા 95 ટકા સુધી પહોંચવા આવી છે, 81 ટકા લોકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવ્યો છે જ્યારે બંને ડોઝ લેનારા લોકોની સંખ્યા 56 ટકા થઇ ગઇ છે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયાની માહિતી
- ક્વિન્સલેન્ડમાં બૂન્ડાલ, કેબૂલ્ટર, ડૂમબેન, કિપ્પા-રીંગ ખાતે 22મી સપ્ટેમ્બરથી રસીની વધારાની એપોઇન્ટમેન્ટ્સ ઉપલબ્ધ છે.

Source: ALC
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી