COVID-19 અપડેટ: ATAGIની 12થી 15 વર્ષના બાળકોને ફાઇઝરની રસી માટે મંજૂરી

27 ઓગસ્ટ 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Mass Vaccination hub at Qudos Arena in Sydney,

Thousands of Year 12 HSC students got their Pfizer vaccinations at the Mass Vaccination hub at Qudos Arena in Sydney, Monday, August 9, 2021. Source: AAP Image/Dean Lewins

  • ન્યૂ સાઉથ વેલ્સમાં HSCની પરીક્ષા નવેમ્બર 9 સુધી મુલતવી
  • વિક્ટોરીયાના 10માંથી એક કેસ શેપરટનમાં નોંધાયા
  • ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીએ લોકડાઉન દરમિયાન વેપાર સાથે સંકળાલેયા નિયંત્રણોમાં ફેરફાર કર્યા
  • 12થી 15 વર્ષના બાળકોને ફાઇઝરની રસી માટે ATAGI ની મંજૂરી

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 882 કેસ નોંધાયા છે, જેમાં 80 ટકાથી વધુ કેસ પશ્ચિમ અને દક્ષિણ - પશ્ચિમ સિડની સાથે સંકળાયેલા છે. 60 વર્ષીય તથા 90 વર્ષીય 2 પુરુષના મૃત્યુ થયા છે. 

પ્રીમિયર ગ્લેડિસ બેરેજીક્લિયને શાળાએ પરત ફરવાની યોજના રજૂ કરી હતી. 

  • 25મી ઓક્ટોબરથી - કિંડરગાર્ટન અને ધોરણ 1ના વિદ્યાર્થીઓ
  • 1લી નવેમ્બરથી - ધોરણ 2, 6 અને 11ના વિદ્યાર્થીઓ
  • 8મી નવેમ્બરથી - ધોરણ 3, 4, 5, 7, 8, 9 અને 10ના વિદ્યાર્થીઓ
8મી નવેમ્બરથી સ્કૂલમાં કાર્ય કરતા તમામ કર્મચારીઓ માટે રસી મેળવવી ફરજિયાત રહેશે. તેમને 6ઠી સપ્ટેમ્બરથી રસી મેળવવામાં પ્રાથમિકતા આપવામાં આવશે. 

તમારી રસીની કરાવો

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 79 કેસ નોંધાયા છે જેમાંથી 53 ચેપ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા છે. 26 કેસ અજાણ્યા સ્ત્રોતમાંથી નોંધાયા છે. 

શેપરટનમાં 65,000 રહેવાસીઓમાંથી 16,000 રહેવાસીઓ આઇસોલેશનમાં હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. કર્મચારીઓની અછતના કારણે ખાદ્યસામગ્રી વેચતા ઉદ્યોગો, સુપરમાર્કેટ્સ અને ફાર્મસી બંધ કરવાની ફરજ પડી છે. 

તમારી વિશે માહિતી મેળવો. 

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરી

ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 21 કેસ નોંધાયા છે. કુલ સક્રિય કેસની સંખ્યા 221 સુધી પહોંચી છે. 

દેશની રાજધાનીમાં જેવી સર્વિસ માટે 11.59 વાગ્યાથી નવા ફેરફાર અમલમાં આવશે. 

કોવિડ-19 રસી મેળવવા માટે તપાસો.

ઓસ્ટ્રેલિયામાં છેલ્લા 24 કલાકની માહિતી

  • આજે સાંજે 4 વાગ્યાથી સાઉથઇસ્ટ ક્વિન્સલેન્ડમાં થશે.
  • ઓસ્ટ્રેલિયન ટેક્નિકલ એડ્વાયઝરી ગ્રૂપે 12થી 15 વર્ષની ઉંમરના બાળકો માટે ફાઇઝરની કોવિડ-19 પ્રતિરોધક રસીને મંજૂરી આપી છે. 
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.



કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 27 August 2021 1:47pm
By SBS/ALC Content
Presented by SBS Gujarati
Source: SBS


Share this with family and friends