- બુધવાર 2જી માર્ચ રાત્રે 11.59 વાગ્યાથી ન્યૂઝીલેન્ડ મુસાફરી કરનારા ઓસ્ટ્રેલિયન પ્રવાસીઓનું જો સંપૂર્ણ રસીકરણ હશે તો તેમણે સેલ્ફઆઇસોલેટ થવાની જરૂર નથી.
- ઉતરાણ બાદ કોવિડ ટેસ્ટ તથા 5મા કે 6ઠ્ઠા દિવસે કોવિડ ટેસ્ટ જરૂરી રહેશે.
- ન્યૂઝીલેન્ડના જ અત્યારે દેશમાં પ્રવેશ કરી શકે છે.
- વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયા ગુરુવારે 3જી માર્ચથી વધુ કડક નિયંત્રણો મૂકી રહ્યું છે. તે દિવસથી જ રાજ્યની સરહદો ખુલવા જઇ રહી છે.
- , યર 3 તથા મોટા બાળકો માટે માસ્ક પહેરવું ફરજિયાત રહેશે, ઘરની 10 લોકો જ મુલાકાત લઇ શકશે, આઉટડોરમાં જાહેર કાર્યક્રમોમાં 500 લોકોની પરવાનગી તથા થિયેટર અને સિનેમા તેની ક્ષમતાના 50 ટકા પ્રેક્ષકો સાથે કાર્યરત રહી શકશે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 1098 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જેમાં 49 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં મંગળવારે 9 મૃત્યુ તથા 8874 કેસ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં 255 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે, જેમાંથી 41 આઇસીયુ અને 5 વેન્ટીલેટર પર છે. રાજ્યમાં 18 મૃત્યુ તથા 6879 નવા ચેપ નોંધાયા હતા.
તાસ્મેનિયામાં 957 કેસ નોંધાયા હતા.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં 692 કોવિડ ચેપનું નિદાન થયું હતું.
ક્વિન્સલેન્ડમાં 4453 નવા ચેપ તથા 10 મૃત્યુ નોંધાયા હતા.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો