COVID-19 અપડેટ: મેલ્બર્નનું લોકડાઉન વધુ એક અઠવાડિયા લંબાવવામાં આવ્યું

11 ઓગસ્ટ 2021ના રોજ ઓસ્ટ્રેલિયામાં કોરોનાવાઇરસ વિશેની તાજી માહિતી.

Health staff monitor people after receiving a COVID-19 vaccination at the Royal Exhibition Building in Melbourne,

Health staff monitor people after receiving a COVID-19 vaccination at the Royal Exhibition Building in Melbourne, Tuesday, August 10, 2021. Source: AAP Image/Daniel Pockett

  • ન્યૂ સાઉથ વેલ્સના રીજનલ વિસ્તાર ડબ્બો વિસ્તારમાં લોકડાઉન
  • વિક્ટોરીયામાં 5 કેસ તપાસ હેઠળ
  • કેઇન્સમાં લોકડાઉન સમાપ્ત કરવામાં આવ્યું

વિક્ટોરીયા

વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 20 કેસ નોંધાયા છે, જેમાંથી 5 અજાણ્યા કેસ છે, ચેપ ધરાવતી 6 વ્યક્તિઓએ સંક્રમણ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી. 

પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે જણાવ્યું હતું કે મેલ્બર્નનું લોકડાઉન ઓછામાં ઓછું ગુરુવાર 19મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. 

વિશે અહીંથી માહિતી મેળવો. 

ન્યૂ સાઉથ વેલ્સ

ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 344 કેસ નોંધાયા છે. જેમાંથી ચેપ ધરાવતી 65 વ્યક્તિઓએ સંક્રમણ સાથે સમુદાયમાં અવરજવર કરી હતી. રસી નહીં લેનારા બે લોકોના કોવિડ-19થી મૃત્યુ થયા છે. 90 વર્ષીય એક વ્યક્તિ તથા અગાઉ આરોગ્યલક્ષી સમસ્યા ધરાવતા 30 વર્ષના એક દર્દીનું મૃત્યુ થયું છે. 

રીજનલ ન્યૂ સાઉથ વેલ્સમાં આવેલા ડબ્બો સ્થાનિક સરકારી વિસ્તારમાં આજે બપોરે 1 વાગ્યાથી એક અઠવાડિયા સુધી લોકડાઉન લાગૂ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે તે વિસ્તારમાં 2 પોઝીટીવ કેસ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. 

રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો કેરી ચેન્ટે જણાવ્યું હતું કે 62 લોકો હાલમાં ઇન્ટેન્સિવ કેરમાં સારવાર હેઠળ છે તેમાંથી 57 લોકોએ રસી મેળવી નહોતી. જ્યારે 5 લોકોએ રસીનો એક ડોઝ મેળવ્યો હતો. 

વિશે અહીંથી માહિતી મેળવો. 

ક્વિન્સલેન્ડ

ક્વિન્સલેન્ડમાં વર્તમાન સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના 4 નવા કેસ નોંધાયા છે. અને, ચેપ ધરાવતી તમામ વ્યક્તિઓ ક્વોરન્ટાઇન હેઠળ હતી. 

કેઇન્સ અને યારાબાહમાં લાગૂ કરવામાં આવેલું 3 દિવસીય લોકડાઉન આજે સાંજે 4 વાગ્યાથી સમાપ્ત થશે પરંતુ રહેશે. 

રાજ્યના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જેનેટ યંગે 12થી 15 વર્ષની ઉંમરના બાળકોને જો અગાઉથી આરોગ્યલક્ષી સમસ્યા હોય તો રસી માટે નોંધણી કરાવવા વિનંતી કરી છે. 

અંગેની માહિતી અહીંથી મેળવો.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી

ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.

તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે  ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા  દ્વારા અપડેટ કરવામાં આવે છે.


 


કોવિડ-19ની રસીને લગતી માહિતીને વિવિધ ભાષામાં મેળવો  પરથી.
એપોઇન્ટમેન્ટ મેળવવા માટેની માહિતી અહીંથી મેળવો .


દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી

 
 

દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી

 
 

Share
Published 11 August 2021 1:04pm
Updated 11 August 2021 1:16pm
By SBS/ALC Content
Source: SBS


Share this with family and friends