- ન્યૂ સાઉથ વેલ્સ, વિક્ટોરીય તથા ક્વિન્સલેન્ડમાં કોવિડ-19ના કારણે આઇસીયુમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો.
- આજની નેશનલ કેબિનેટની બેઠકમાં શાળામાં ફરીથી પ્રવેશ, રસીકરણ તથા માલસામાનની હેરફેરને લગતા મુદ્દા પર ચર્ચા કરવામાં આવશે.
- 5થી 11 વર્ષની ઉંમરના 33.4 ટકા બાળકોએ રસીનો પ્રથમ ડોઝ મેળવી લીધો.
- ન્યૂ સાઉથ વેલ્સના આરોગ્ય વિભાગે લોકોને રસીનો બૂસ્ટર ડોઝ મેળવી લેવા અપીલ કરી.
- વિક્ટોરીયાના પ્રીમિયર ડેનિયલ એન્ડ્ર્યુસે સંકેત આપ્યા છે કે નેશનલ કેબિનેટમાં ત્રીજો ડોઝ ફરજિયાત કરવા અંગે નિર્ણય લેવાઇ શકે છે.
- ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 59 લોકોના મૃત્યુ.
કોવિડ-19ના આંકડા
ન્યૂ સાઉથ વેલ્સમાં 29 મૃત્યુ થયા, 2722 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે જેમાંથી 181 આઇસીયુમાં છે. રાજ્યમાં 17,316 કેસ નોંધાયા છે.
વિક્ટોરીયામાં 15 મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 1057 દર્દીઓ હોસ્પિટલમાં જ્યારે 117 આઇસીયુમાં છે. રાજ્યમાં 13,755 કેસ નોંધાયા છે.
ક્વિન્સલેન્ડમાં 15 મૃત્યુ થયા છે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા 829 થઇ છે, અને રાજ્યમાં 11,600 નવા કેસ નોંધાયા હતા.
સાઉથ ઓસ્ટ્રેલિયામાં 1953 કોવિડ ચેપ નોંધાયા છે, હોસ્પિટમલાં 288 દર્દીઓ જ્યારે આઇસીયુમાં 27 દર્દીઓ દાખલ છે.
ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો, હાલમાં 73 દર્દીઓ હોસ્પિટલમાં છે આઇસીયુમાં એક દર્દીના ઘટાડા સાથે સંખ્યા 4 થઇ
વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ નોંધાવવા માટેના ફોર્મ
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી