- ટ્રેઝરર જોશ ફ્રાયડનબર્ગ નોકરીસ્થળે હાજરી આપવા માટે વેપાર તથા વ્યક્તિગત રીતે કોવિડ-19 ટેસ્ટમાં કરવામાં આવેલા ખર્ચને ટેક્સમાંથી રાહત આપવાની જાહેરત કરશે. 1લી જુલાઇ 2021થી આ નિયમ લાગૂ કરવામાં આવશે. જેથી વર્તમાન નાણાકિય વર્ષમાં રેપીડ એન્ટીજન ટેસ્ટ તથા પીસીઆર ટેસ્ટ માટે ખર્ચ કરનારા લોકો તેનો લાભ લઇ શકે.
- કેટલાક રાજ્યોમાં ઇલેક્ટીવ સર્જરી ફરીથી શરૂ થશે, વિક્ટોરીયામાં ખાનગી હોસ્પિટલ અને ડે સેન્ટરમાં 50 ટકા ક્ષમતા સાથે ઇલેક્ટીવ સર્જરી શરૂ થશે. જ્યારે, ન્યૂ સાઉથ વેલ્સમાં દર્દીઓને ખાનગી સુવિધા અથવા રીજનલ વિસ્તારમાં આવેલા જાહેર હોસ્પિટલમાં સારવાર અપાશે.
- ક્વિન્સલેન્ડમાં કેટલાક જાહેર સ્થળોમાં રાજ્યની ચેક - ઇન એપની જરૂરીયાત રહેશે નહીં પરંતુ, ઘણા સ્થળો પર રસીનું પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી રહેશે. સરકારે જણાવ્યું હતું કે, રાજ્યમાં ઓમીક્રોન ચેપની સંખ્યા ગયા અઠવાડિયે સૌથી વધુ હતી.
- ઓસ્ટ્રેલિયન કેપીટલ ટેરીટરીમાં પણ ચેક-ઇનની જરૂરીયાતમાં ફેરફાર કરવામાં આવ્યા છે. શુક્રવારે રાત્રે 11.59થી કેટલાક સ્થળોએ ક્યૂઆર કોડ દ્વારા ચેક-ઇનની જરૂર રહેશે નહીં.
- ન્યૂ સાઉથ વેલ્સમાં, પ્રીમિયર પેરોટેયે જાહેરાત કરી છે કે ગયા વર્ષે કોવિડ લોકડાઉનના કારણે માતા-પિતાને તેમના બાળકોને ઘરેથી જ અભ્યાસ કરાવવાની જરૂર પડી હતી તેઓ સરકાર દ્વારા સબ્સિડી હોલિડે માટે લાયક છે. દરેક લાયક ઘર દીઠ એક વ્યક્તિને સોમવારથી 50 ડોલરની કિંમતના 5 વાઉચર મળશે. જે રહેવાની સુવિધા અથવા મનોરંજનના સ્થળે ઓક્ટોબર મહિના સુધીમાં વાપરી શકાશે.
કોવિડ-19ના આંકડા
ક્વિન્સલેન્ડમાં હાલમાં 663 દર્દીઓ હોસ્પિટલમાં છે જેમાંથી 43 ઇન્ટેન્સિવ કેરમાં છે. રાજ્યમાં 19 મૃત્યુ અને 4701 કોવિડ કેસ નોંધાયા હતા.
ન્યૂ સાઉથ વેલ્સમાં 2099 દર્દીઓ હોસ્પિટલમાં છે, જેમાંથી 137 ઇન્ટનેન્સિવ કેરમાં છે. રાજ્યમાં આજે 14 મૃત્યુ તથા 7437 કેસ નોંધાયા હતા.
વિક્ટોરીયામાં 7 મૃત્યુ તથા 8275 કેસ નોંધાયા છે જ્યારે 638 લોકો હોસ્પિટલમાં છે જેમાંથી 72 દર્દી આઇસીયુમાં છે.
તાસ્મેનિયામાં 443 કેસ તથા 15 દર્દી હોસ્પિટલમાં દાખલ છે.
વિવિધ રાજ્યોમાં રેપીડ એન્ટીજન ટેસ્ટના રજીસ્ટ્રેશન ફોર્મ -
રાજ્યોમાં લાગૂ ક્વોરન્ટાઇન તથા નિયંત્રણો
મુસાફરી
નાણાકિય સહાયતા
રાજ્યમાં રસીકરણનો આંક 70 તથા 80 ટકા થાય ત્યારે કોવિડ-19 ડિઝાસ્ટર પેમેન્ટની ચૂકવણીમાં ફેરફાર કરાશે.
- 60થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી