Key Points
- કેન્દ્ર સરકારે બાળકોમાં વાઈરલ ચેપ વિશે જાગૃતિ માટે નવું ગીત બહાર પાડ્યું
- ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે મૃત્યુઆંક 13,000ને વટાવી ગયો
- વૈશ્વિક કોવિડ-19 કેસોમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો- WHO
શુક્રવારે, ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે 73 મૃત્યુ નોંધાયા હતા, જેમાં વિક્ટોરિયામાં 27, ન્યૂ સાઉથ વેલ્સમાં 22 અને ક્વીન્સલેન્ડમાં 14નો સમાવેશ થાય છે.
આ અઠવાડિયે ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના કારણે મૃત્યુઆંક 13,000ને વટાવી ગયો છે. રોગચાળો શરૂ થયો ત્યારથી ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19થી 13,229 મૃત્યુ થયા છે.
ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ના નવા કેસ, હોસ્પિટલમાં દાખલ દર્દીઓની સંખ્યા અને મૃત્યુ વિશેની માહિતી મેળવો.
આરોગ્ય પ્રધાન માર્ક બટલરે એબીસી રેડિયોને જણાવ્યું હતું કે ઓમિક્રોન અને ફ્લૂના કારણે મહત્તમ અપેક્ષિત કેસોની સંખ્યામાં વહેલો વધારો થઇ ગયો હોવા છતાં પણ હોસ્પિટલો હજુ પણ માળખાકીય દબાણનો સામનો કરી રહી છે.
માર્ક બટલરે કહ્યું કે રોગચાળો હજુ સમાપ્ત થયો નથી અને હજુ પણ કોવિડ-19 બારેમાસના વાઇરસના પ્રકારમાં સ્થાયી થયો નથી.
આરોગ્ય અને વૃદ્ધ સંભાળ વિભાગે બાળકોમાં વાઇરલ ચેપને કેવી રીતે ટાળવો તે વિશે પરિવારોને યાદ અપાવવા માટે એક નવું ગીત (આઇ ગોટ યુ) બહાર પાડ્યું છે.
શનિવારે, સવારે 10 થી સાંજના 4.30 વાગ્યા સુધી, દક્ષિણ ઓસ્ટ્રેલિયાના લોકો તેમની કોવિડ-19 રસી અને બૂસ્ટર ડોઝ ઇસ્ટ એડિલેડ સ્કૂલ, વ્હાઇટફ્રાયર્સ કેથોલિક સ્કૂલ, બેરી પ્રાઇમરી સ્કૂલ, પૂરાકા પ્રાઇમરી સ્કૂલ અને મેગીલ પ્રાઇમરી સ્કૂલમાંથી મેળવી શકશે.
વિશ્વ આરોગ્ય સંસ્થાના નવા અહેવાલમાં, 14 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં વૈશ્વિક કોવિડ-19 કેસોમાં 24 ટકાનો ઘટાડો નોંધાયો હતો.
પશ્ચિમ પેસિફિક ક્ષેત્રોમાં કેસોમાં 18 ટકાનો ઘટાડો નોંધાયો છે જેમાં ઓસ્ટ્રેલિયા, જાપાન અને કોરિયાનો સમાવેશ થાય છે.
14 ઓગસ્ટના રોજ પૂરા થયેલા સપ્તાહમાં જાપાન, કોરિયા, યુએસ, જર્મની અને ઇટલીમાં સૌથી વધુ વૈશ્વિક કેસો નોંધાયા છે.
વિશ્વ આરોગ્ય સંસ્થા હાલમાં ઓમિક્રોનના 200 વંશ પર નજર રાખી રહ્યું છે.
કોવિડ-19 ટેસ્ટીંગ ક્લિનિક વિશે માહિતી
રેપીડ એન્ટીજન ટેસ્ટનું પરિણામ પોઝીટીવ હોય તો અહીં નોંધાવો