- ગ્રેટર સિડનીનું લોકડાઉન 28મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું
- વિક્ટોરીયામાં એક અજાણ્યા કેસની તપાસ ચાલૂ
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં નવો એક પણ કેસ ન નોંધાયો
- ક્વિન્સલેન્ડમાં કોવિડ-19નું જોખમ વધ્યું
ન્યૂ સાઉથ વેલ્સ
ન્યૂ સાઉથ વેલ્સમાં સામુદાયિક સંક્રમણથી કોવિડ-19ના નવા 177 કેસ નોંધાયા છે. અને, એક મૃત્યુ થયું છે. 46 લોકોએ ચેપ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી.
વર્તમાન લોકડાઉન ચાર અઠવાડિયા સુધી એટલે કે 28મી ઓગસ્ટ સુધી લંબાવવામાં આવ્યું છે. નવા ત્રણ સ્થાનિક સરકારી વિસ્તારો - કેમ્પબેલટાઉન, પેરામેટ્ટા તથા જ્યોર્જીસ રીવરમાં પણ કડક પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. જે અંર્તગત ફક્ત જીવન જરૂરીયાતની સેવામાં કાર્ય કરતા લોકો જ બહાર જઇ શકશે.
ફેરફિલ્ડમાં ફક્ત એજ કેર તથા આરોગ્ય સુવિધા, કેન્ટરબરી - બેન્ક્સટાઉનમાં તમામ જીવન જરૂરીયાતની સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓએ દર 3 દિવસે ટેસ્ટ કરાવવો જરૂરી છે. ગ્રેટર સિડનીમાં 10 કિલોમીટરની અંદર જ ખરીદી અને કસરત કરી શકાશે.
વિક્ટોરીયા
વિક્ટોરીયામાં સામુદાયિક સંક્રમણથી નવા 9 કેસ નોંધાયા છે. જેમાંથી 8 કેસ વર્તમાન સંક્રમણ સાથે સંકળાયેલા છે. એક કેસ અંગે તપાસ ચાલી રહી છે.
રાજ્યમાં ઇન્ડોર અને આઉટડોર સ્થળે માસ્ક સહિતના નિયમો અમલમાં રહેશે.
છેલ્લા 24 કલાકમાં ઓસ્ટ્રેલિયામાં કોવિડ-19ને લગતી માહિતી
- ક્વિન્સલેન્ડના મુખ્ય આરોગ્ય અધિકારી ડો જેનેટ યંગે જહાજના 21માંથી 19 સભ્યો કોવિડ-19 પોઝીટીવ હોવાનું જણાવ્યું છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ 6 દિવસ સુધી સંક્રમણ સાથે જ સમુદાયમાં અવર-જવર કરી હતી.
- સાઉથ ઓસ્ટ્રેલિયામાં સતત બીજા દિવસે સામુદાયિક સંક્રમણથી એક પણ કેસ નોંધાયો નથી.
ક્વોરન્ટાઇન, મુસાફરી તથા ટેસ્ટીંગ ક્લિનીક્સ અને પેન્ડેમિક ડીઝાસ્ટર પેમેન્ટની માહિતી
ક્વોરન્ટાઇન તથા ટેસ્ટની જરૂરીયાતો રાજ્યો અને ટેરીટરીની સરકારે દ્વારા અમલમાં મૂકાય છે.
- NSW and
- VIC , and
- ACT and
- NT and
- QLD and
- SA and
- TAS and
- WA and
તમારું ઓસ્ટ્રેલિયા બહાર જવું અનિવાર્ય હોય તો, તમે પ્રવાસ કરવાની મંજૂરી માટે ઓનલાઇન અરજી કરી શકો છો. ઓસ્ટ્રેલિયા છોડવા માટેની શરતો જાણવા માટે ક્લિક કરો. હાલમાં કેટલીક કામચલાઉ ફ્લાઇટ્સની ગોઠવણ કરવામાં આવી છે. જેની સમયાંતરે સરકાર દ્વારા સમીક્ષા તથા દ્વારા અપડેટ કરવામાં આવે છે.
- 63થી વધુ ભાષાઓમાં સમાચાર અને માહિતી મેળવો
- તમારા રાજ્ય અને ટેરીટરીની માહિતી મેળવવા માટે અહીં ક્લિક કરો: , , , , , , .
- કોવિડ-19ની રસી માટે પર ક્લિક કરો.
દરેક રાજ્યોના ટેસ્ટીંગ ક્લિનીક્સની યાદી
દરેક રાજ્યોના પેન્ડેમિક ડીઝાસ્ટર પેેમેન્ટ વિશે માહિતી